તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACIનો સરવે:સર્વિસ ક્વોલિટી બાબતે અમદાવાદ એરપોર્ટની સ્થિતિ સુધરી, વિશ્વમાં 32માંથી 15 નંબરે પહોંચ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટનેશનલ દ્વારા સર્વિસ ક્વોલિટી અંગે દર 3 મહિને સરવે કરાય છે

અમદાવાદ સહિત વિશ્વભરના તમામ એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાઓ (એરપોર્ટ સર્વિસ ક્વોલિટી-એએસક્યુ) અંગે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઈ) દ્વારા દર ત્રણ મહિને એટલે કે ક્વાર્ટરલી સરવે કરાય છે. એસીઆઈના સરવે રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ સુવિધાના મળેલા પોઈન્ટના આધારે 2019માં વિશ્વમાં સરેરાશ 4.86 પોઈન્ટ સાથે 43માં સ્થાને હતું, 2020માં અમદાવાદ એરપોર્ટને સરેરાશ 4.93 પોઈન્ટ સ્થિતિમાં સુધારો થતાં 32માં સ્થાને આવ્યું, ને હવે 2020ના પ્રથમ ક્વાર્ટર(જાન્યુ.-માર્ચ)ની તુલનાએ ચોથા ક્વાર્ટર(ઓક્ટો.-ડિસે.)દરમિયાન સ્થિતિમાં વધુ સુધારો નોંધાતાં મળેલા પોઈન્ટ મુજબ હવે અમદાવાદ વિશ્વમાં 4.99 પોઈન્ટ સાથે 15માં સ્થાને આવ્યું છે.

એસીઆઈ દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓના 33 પેરામિટર નક્કી કરાયા છે. જેના વિશે પેસેન્જરોના મંતવ્ય લેવાય છે અને તેના આધારે કુલ 5 પોઈન્ટમાંથી રેટિંગ કરાય છે. તમામ 33 પોઈન્ટના રેટિંગ બાદ સરેરાશ રેટિંગ નક્કી કરી તેના આધારે એરપોર્ટનો વિશ્વસ્તરે રેંક નક્કી કરાય છે. આ તમામ 33 પેરામીટરના આધારે અમદાવાદ એરપોર્ટને 2019ની તુલનામાં 2020માં એરપોર્ટ પર ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટ-પાર્કિંગ સુવિધા અને તેનો ચાર્જ, પાસપોર્ટ આઈડી ચેક-અપ સમય, રેસ્ટોરન્ટ ખાણી-પીણીની સુવિધા અને તેના ભાવ, સમય અંગેના પોઈન્ટમાં ઘટાડો થયો હતો તેમ છતાં અન્ય પેરામિટરમાં વધુ પોઈન્ટ મળતા અમદાવાદની સ્થિતિ સુધરી હતી.

સરવેમાં એરપોર્ટ પર મળતી સુવિધાનો સમાવેશ

 • એરપોર્ટ પહોંચવાની સુવિધા
 • પાર્કિંગ સુવિધા, ટ્રોલીની સુવિધા
 • ચેક-ઇનમાં લાગતો સમય
 • ચેક-ઇન કર્મચારીઓની ક્ષમતા
 • પાસપોર્ટ, ચેક-અપનો સમય
 • સિક્યોરિટી ચેકની સુવિધા
 • ફ્લાઈટ ઇન્ફર્મેશન સ્ક્રીન
 • એરપોર્ટ સ્ટાફનું મદદરૂપ વલણ
 • રેસ્ટોરેન્ટ, ખાણી-પીણી સુવિધા
 • ખાણી-પીણી અને ચીજ-વસ્તુની વાજબી કિંમત
 • બેંક એટીએમ સુવિધા
 • શોપિંગ સુવિધા
 • વાઈફાઈ સુવિધા
 • બિઝનેસ એક્ઝિક્યુટિવ લાઉન્જ
 • બેગેજ ડિલિવરીની ઝડપ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો