તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના કાળમાં સ્કૂલો બંધ રહેતા સરકારે ધોરણ 10 અને 12નો 30 ટકા કોર્સ ઘટાડ્યો છે. ત્યારે રિપીટર્સ અને ખાનગી વિદ્યાર્થીઓએ ઘટાડેલો 30 ટકા કોર્સ ભણવાનો કે સંપૂર્ણ કોર્સ ભણવાનો તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓમાં શું ભણવું તેની મૂંઝવણો વધી રહી છે. ગુજરાત સરકારે CBSEની પેટર્ન પર ધો.9થી12માં 30 ટકા કોર્સ ઘટાડી દીધો છે. જેથી હવે વિદ્યાર્થીઓ 70 ટકા કોર્સ ભણવાનો છે. જો કે સરકારે તેની જાહેરાત પણ શૈક્ષણિક સત્ર શરૂ થયાના ત્રણ મહિના બાદ કરી હતી. જેથી ઘણી સ્કૂલોમાં કપાયેલો કોર્સ પણ ભણાવાઈ ચુક્યો હતો .જો કે પરીક્ષા જે કોર્સ કપાયો છે તેમાંથી લેવામાં નહી આવે તેવુ પણ બોર્ડે જાહેર કર્યુ છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની અનેક રજૂઆતો છતાંય સ્પષ્ટતા નહીં
કોર્સ ઘટાડ્યા પછી બોર્ડે ઘટાડવામાં આવેલો 30 ટકા કોર્સ માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે જ છે કે ખાનગી-રિપીટર સહિતના તમામ વિદ્યાર્થીઓ માટે? બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ કપાયા બાદ 70 ટકા કોર્સ દરેક વિષય અને ચેપ્ટર મુજબ જાહેર કરવામા આવ્યોછે પરંતુ ખાનગી-રિપીટર વિદ્યાર્થીઓમાં આ બાબતે અનેક સવાલો ઉભા થતાં મોટી મૂંઝવણો ઊભી થઈ છે. કારણકે જે વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા વગર પરીક્ષા આપતા હોય છે તેમજ જે વિદ્યાર્થીઓ ફરીવાર રીપિટર તરીકે પરીક્ષા આપે છે તેઓએ 100 ટકા પુરો કોર્સ ભણવાનો છે કે નહી તેને લઈને બોર્ડે કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ મુદ્દે અનેક વિદ્યાર્થીઓ-વાલીઓ તરફથી બોર્ડમાં રજૂઆતો પણ થઈ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં રીપિટર અને ખાનગી તરીકે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ત્યારે જો ખાનગી-રિપટરો માટે 100 ટકા કોર્સ જ રહેશે તો શું ગુજરાત શિક્ષણ બોર્ડ મેની બોર્ડ પરીક્ષામા રિપીટરો-ખાનગી માટે અને રેગ્યુલ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેપર કાઢશે? આવા સવાલોથી વિદ્યાર્થીઓમાં ભેદભાવ જેવો વ્યવહાર ઉભો થવાની શક્યતાઓ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.