પક્ષ પલટો:સોમનાથમાં બે દાયકાથી ભાજપ સાથે જોડાયેલા જગમલ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જગમાલ વાળા  વિધિવત રીતે આપમાં જોડાયા - Divya Bhaskar
જગમાલ વાળા વિધિવત રીતે આપમાં જોડાયા
  • જગમલ વાળાએ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ અને પૂર્વ નેતાઓ પક્ષ પલટો કરે છે. આજે આમ આદમી પાર્ટીમાં સોમનાથના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે. ભાજપના પૂર્વ નેતા જગમલ વાળા વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા છે. જગમલ વાળાએ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોરભાઈ દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.

હું છેલ્લા 21 વર્ષથી ભાજપમાં હતો
કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જગમલ વાળા સેવાકીય પ્રવૃતી સાથે જોડાયેલા છે. રાજનીતિ સેવા માટે હોય છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોએ ધંધો બનાવી દીધો છે. જગમાલભાઈએ જણાવ્યું હતું કે 1990થી જનતાદળમાં જોડાયેલો છું. પછી કોંગ્રેસમાં જોડાયો પણ મદદ ન કરી. અટલબિહારી વાજપેયી સાથે જોડાયો અને તેમની વાતો સાંભળી હતી. હું વાજપેયીના કહેવાથી ભાજપમાં જોડાયો. મારે દેશની સેવા કરવી છે. હું 20- 21 વર્ષ સુધી ભાજપમાં જોડાયો બાદમાં મેં ભાજપ છોડી અને 2012માં અપક્ષ લડ્યો હતો.

જગમાલ વાળાએ દિલ્હીમાં કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી
જગમાલ વાળાએ દિલ્હીમાં કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી

સૌરાષ્ટ્રની 40 સીટો પર લડી અને જીતાડીશું
2014માં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાનું કહ્યું હતું પરંતુ હજી સુધી 5 ટકા જ વધી છે. બધામાં સરકારે ટેક્સ વધાર્યો છે. ભાજપમાં તમામ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. કેજરીવાલ સાહેબ આપણા દેશને મહાસત્તા પર મૂકી શકે છે. કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે. ભાજપ- કોંગ્રેસ ધર્મના નામે છે. બંને પક્ષો એકબીજા સાથે મળેલા છે. પ્રજાની તેઓને પડી નથી. ભાજપે સબકા સાથ સબકા વિકાસ નહિ અને સબકા સાથ અપના વિકાસ કર્યું છે. કેજરીવાલ સબકા સાથ સબકા વિકાસ કરે છે. તેઓ દેશ માટે સારું કરશે માટે હું જોડાયો છે. સૌરાષ્ટ્રની 40 સીટો પર લડી અને જીતાડીશું. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની જીતાડવાની જવાબદારી આપી છે.

વર્ષ 2012માં સોમનાથ બેઠક પર અપક્ષ લડ્યા હતા
સૂત્રો મુજબ જગમલ વાળા સોમનાથ વિધાનસભાની સીટની કમિટમેન્ટ સાથે જોડાયા છે. જો કે પાર્ટી નક્કી કરશે કે મારે ચૂંટણી લડાવવી કે નહીં પરંતુ તેઓએ આડકતરી રીતે પોતાને ચૂંટણી લડાવે તેમ પણ કહ્યું હતું. જગમલ વાળા વર્ષ 2012માં સોમનાથ બેઠક પર અપક્ષ લડ્યા હતા. વર્ષ 2017માં અપક્ષ ફોર્મ ભર્યું હતું અને બાદમાં કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...