વૅક્સિન ટ્રાયલ:અમદાવાદની સોલા સિવિલમાં એક જ પરિવારના 3 સભ્યે વેક્સિનની ટ્રાયલ લીધી, અત્યારસુધીમાં કુલ 21 લોકોને વેક્સિન અપાઈ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક જ પરિવારના ત્રણ સભ્યને સોલો સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ અપાઈ. - Divya Bhaskar
એક જ પરિવારના ત્રણ સભ્યને સોલો સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ અપાઈ.
  • બિઝનેસમેન પોતે પોઝિટિવ હોવાથી વૅક્સિનની તક ના મળી, પણ અન્ય પાંચ જણને સમજાવીને સિવિલ લઈ આવ્યા

કોરોનાના હાહાકાર વચ્ચે થઈ રહેલી વૅક્સિનની ટ્રાયલથી લોકોમાં હાશકારો થયો છે. અમદાવાદની સોલા સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ થઈ રહી છે. આજે વડાપ્રધાન પોતે ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટમાં વૅક્સિનનું નિરીક્ષણ-સમીક્ષા કરવા માટે અમદાવાદ આવ્યાં હતાં. ત્યારે સોલા સિવિલમાં અત્યારસુધીમાં 20 લોકોને વૅક્સિન અપાઈ છે તેમજ આજે એક જ પરિવારના 3 સભ્યને વૅક્સિનની ટ્રાયલ આપવામાં આવી છે.

સોલા સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયર ઈન્કવાયરી કરી રહ્યા છે.
સોલા સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયર ઈન્કવાયરી કરી રહ્યા છે.

બિઝનેસમેન કલીગને પ્રોત્સાહિત કરી વૅક્સિનની ટ્રાયલ માટે લઈ આવ્યા
સોલા સિવિલમાં અનેક વોલન્ટિયર ઇન્કવાયરી કરી રહ્યા છે એમાં પણ હવે આખો પરિવાર સાથે આવતો હોય તેવી બાબતો સામે આવી રહી છે, જેમાં એક વેપારી પોતે પોઝિટિવ હોવાથી તે વેક્સિન ન લઈ શક્યા પણ આજે તેઓ પોતાના પરિવારના 3 સભ્ય અને 2 કલીગને વેક્સિન અપાવવા માટે પ્રોત્સાહિત કરીને સોલા સિવિલ લઈ આવ્યા હતા. તેમને સોલા સિવિલ ખાતે વેક્સિન આપવામાં આવી હતી.

ફોન કોલ્સ દ્વારા લોકો વોલન્ટિયર બનવાની માહિતી મેળવે છે
શહેરમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ માટે વોલન્ટિયર ઇન્કવાયરી કરી રહ્યા છે. તેની સાથે રોજ 50 જેટલા ફોન કોલ આવે છે, જેઓ વોલન્ટિયર બનવા અંગેની માહિતી મેળવે છે. સોલા સિવિલ હોસ્પિટલના વેક્સિન ટ્રાયલ કમિટીના ડોકટર જણાવ્યું હતું કે આજે 20 લોકોને વેક્સિનની ટ્રાયલ આપવામાં આવશે તેમજ હજી સુધી કોઈને પણ આની આડ અસર થઈ નથી.

બિઝનેસમેનને મોકો ના મળ્યો, પણ અન્ય પાંચને વૅક્સિનની ટ્રાયલ અપાવી
બીજી તરફ, આજે મેડિસિન વિભાગમાં આજે વેક્સિનની ટ્રાયલ લેવા આવેલા લોકો પૈકી એક બિઝનેસમેને જણાવ્યું હતું કે હું પોઝિટિવ હતો, એટલે મને ટ્રાયલમાં ભાગ લેવાનો મોકો મળ્યો ન હતો, પણ મેં મારા પરિવારના ત્રણ સભ્યને વેક્સિન લેવા લઈ આવ્યો છું, જેમાં મારા ભાઈ, મારી પત્ની અને ભાભી સામેલ છે. જ્યારે મારા બે કલીગને પણ સમજાવ્યા અને તેઓ પણ વેક્સિન લેવા માટે આવ્યા છે.
બે દિવસમાં કુલ 21 લોકોને વૅક્સિન અપાઈ
સોલા સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 16 વોલન્ટિયર્સને કોરોનાની કોવેક્સિન આપવામાં આવી હતી. બે દિવસમાં કુલ 21 લોકોને વેક્સિન આપવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ કમિટીનાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડો. પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે અન્ય નાગરિકોની સાથે સોલા સિવિલના સ્ટાફના 15થી 20 સભ્યોએ વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ શહેરીજનોને વેક્સિન આપવાની પ્રાથમિકતા હોવાથી હવે સોમવારથી હોસ્પિટલના સ્ટાફને પણ વેક્સિન આપવાનું શરૂ કરા‌શે.

અન્ય સમાચારો પણ છે...