કોરોના વાઇરસ:સોલા સિવિલમાં 10 નર્સ, 6 ડોક્ટર સહિત 17 પોઝિટિવ, વધુ એક હોસ્પિટલમાં ચેપ ફેલાયો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં કોરોનાના 180 દર્દી સારવાર હેઠળ

સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફના 17 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે, છેલ્લાં 15 દિવસમાં સોલા સિવિલની 10 નર્સ અને 6 ડોક્ટરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમજ હાલમાં સોલા સિવિલમાં 180 દર્દી સારવાર હેઠળ છે. હોસ્પિટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોનાનું સંક્રમણ હવે લોકોમાંથી આગળ વધીને કોરોના વોરિયર્સમાં ફેલાયું છે, ત્યારે સિવિલ, કેન્સર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ સહિત 200 જેટલા ડોક્ટર બાદ હવે સોલા સિવિલનો સ્ટાફ પણ કોરોનાગ્રસ્ત બન્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસમાં 17 જેટલા હોસ્પિટલ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં 10 જેટલી નર્સ અને 6 ડોકટરોનો સમાવેશ થાય છે, સોલા સિવિલના કોરોનાગ્રસ્ત તમામ 17 હોસ્પિટલ સ્ટાફની તબિયત હાલમાં સારી છે. જ્યારે હોસ્પિટલના કોરોના વોર્ડમાં હાલમાં 180 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...