બિલ્ડર સાથે છેતરપિંડી:શેલામાં જમીન દલાલોએ 39 કરોડની એક જ જમીન બે પાર્ટીને વેચી મારી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોપલ પોલીસે બે ખેડૂત અને બે બ્રોકર સામે ફરિયાદ નોંધી

શેલાની કરોડો રૂપિયાની જમીન દલાલોએ બિલ્ડરને વેચાણ કરી એમઓયુ કર્યા બાદ ચોક્કસ ભાગ અન્ય પાર્ટીને વેચી દઈને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ મામલે બોપલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંબલી રોડ પાસે રહેતા શૈલેશભાઈ મિસ્ત્રી કંસ્ટ્રક્શનનો વેપાર કરે છે. તેમણે શેલા વિસ્તારમાં જમીન રાખવી હોવાથી મિત્ર દ્વારા જમીન દલાલ પ્રદીપભાઈ અને મનુભાઈ સાથે સંપર્ક થયો હતો. બંને જણાએ શેલા ગામની સ્કીમની એક જગ્યા બતાવી હતી જેમાં ખેડૂત ખાતેદાર તરીકે ધિરેન જીવનલ લાલ રાવલ તથા બીજા જમીનના ખાતેદાર ખેડૂત સ્વૈર મહેતા તથા વીણાબેન ગુપ્તા ત્રીજા ખાતા નંબરની જગ્યાના ખેડૂત સંદિપ શાહના નામે ચાલતી હતી.

જમીન દલાલ પ્રદિપ અને મનુભાઈના કહેવાથી એચયુએફ કર્તા સંદિપ શાહની જમીનનો ફાઈનલ પ્લોટ 75 લાખમાં વેચાણ દસ્તાવેજ ફરિયાદીએ કરી આપ્યો હતો. એટલંુ જ નહીં આ બંનેના કહેવાથી ધિરેન રાવલે બાકી રહેતી જગ્યાનો 75 લાખમાં દસ્તાવેજ કરી આપ્યો હતો. દલાલોના કહેવાથી સ્વૈર મહેતા અને સુનિલ મહેતા 1.50 કરોડ અને વિણાબેને 75 લાખ લઈ નિર્મમ મેહુલભાઈ તથા દુષ્યંતભાઈએ વેચાણ આપી દસ્તાવેજ કરી આપ્યો હતો.

શેલા ગામની જમીન સ્વૈર મહેતા, વીણા ગુપ્તાના કહેવાથી જમીન દલાલે 51 લાખ લઈ જે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો, પરંતુ તેમાં પણ અમુક જગ્યા અન્ય શખ્સોને વેચાણ આપીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. આ મામલે પોલીસે પ્રદીપદેસાઈ, મનુ રબારી, સ્વૈર મહેતા અને વીણાબેન ગુપ્તા સામે શૈલેશભાઈ બોપલ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી જમીન દલાલોની શોધખોળ હાથ ધરી છે.

51 લાખ આપી નોટરી રજિસ્ટર કરાવી હતી
શરતો નક્કી થયા પછી ચોરસ વારના 21 હજાર લેખે 39.34 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં ત્રણેય સરવે નંબરની જમીનોના ખેડૂતના કહેવાથી પ્રદીપભાઈ, મનુભાઈએ જમીનો અંગે સમજૂતી કરાર નોટરી વિરાજ ઠાકુરે કરાવી હતી જેમાં 2018માં 51 લાખના અવેજ રોકડથી સ્વીકારી નોટરી રજિસ્ટર કરી આપ્યંુ હતું. જેના પૈસા પ્રદીપ અને મનુભાઈ ખેડૂતોને ચૂકવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...