તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાજિક તત્ત્વો:શાહીબાગમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા, રોડ પર નશામાં ધૂત થઈ વાહન રોકી મહિલાની છેડતી કરવાની કોશિશ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારમાં જતા પતિ-પત્નીએ બૂમાબૂમ કરી મદદ માંગતા ત્રણ ફરાર એક વ્યક્તિ ઝડપાઇ ગયો
 • પોલીસ સ્ટેશનમાં પણ બાંકડો ઉંચો કરી અને પ્રિન્ટર તોડી નાખ્યું

શહેરના પૂર્વ વિસ્તારમાં શાહીબાગમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. પોલીસનો કોઈપણ ડર ન રહ્યો હોય તેમ જાહેરમાં રોડ પર નશામાં ધૂત થઈ મહિલાઓની છેડતી કરવામાં આવે છે. બળિયાલીમડી ચાર રસ્તા પાસે ચારેક શખ્સ નશામાં ધૂત થઈ વાહનચાલકોને રોકી લાતો મારતા હતા.એક કારમાં પસાર થતા દંપતીને રોકી આ યુવકોએ મહિલાની છેડતી કરી વાહનને લાતો મારી હતી. કારમાંથી મહિલાને છાતીના ભાગે અડી છેડતીની કોશિશ કરી હતી. અપશબ્દો બોલી હથિયાર બતાવી ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું. દંપતીએ બૂમાબૂમ કરતા મદદે આવેલા સ્થાનિકોએ એક જણાને ઝડપી પોલીસને સોંપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ આ યુવકે મારી સામે ફરિયાદ દાખલ કરો છો? તેમ કહી બાંકડો ઉંચો કરીને દીવાલે માથું પછાડી પ્રિન્ટર તોડી નાખતા આરોપી વિરુદ્ધ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીઓ કાર પર લાતો અને મુક્કા મારી રહ્યા હતા
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પતિ-પત્ની બે બાળકો સાથે કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. શાહીબાગના બળીયા લીમડી ચાર રસ્તા પાસે પહોંચ્યાં ત્યારે જાહેર રોડ પર નશામાં ધૂત ચાર યુવકો રસ્તે પસાર થતી ગાડીઓને લાત મારતા હતા. યુવક પત્ની સાથે કાર લઈ આગળ વધ્યા ત્યાં આ યુવકોએ તેમની કાર રોકી હતી. મહિલાની સીટ તરફ બારીનો કાચ ખુલ્લો હતો. તે સમયે એક શખ્સે આ મહિલાની આબરૂ લેવાની કોશિશ કરી હતી. આરોપીઓ કાર પર લાતો અને મુક્કા મારી રહ્યા હતા. પતિ તેની પત્નીને બચાવવા માટે કારમાંથી નીચે ઉતરી ગયા હતા. અસામાજિક તત્ત્વો તેઓને બેફામ અપશબ્દો બોલી રહ્યા હતા. એક શખ્સે ચાકુ કાઢી જાનથી મારવાની ધમકી આપતા દંપતીએ બચાવ માટે બૂમો પાડી હતી. સ્થાનિક યુવકો દંપતીને બચાવવા દોડી આવતા ત્રણ વ્યક્તિ ફરાર થઈ ગઇ હતી. એક વ્યક્તિ પકડાઇ ગયો હતો

પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સનું નામ આકાશ પટણી હતું
પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે આવી હતી. આરોપીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સનું નામ આકાશ પટણી હતું. પોલીસે આરોપીને ફરિયાદ રૂમમાં બેસાડ્યો હતો. ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી. તે સમયે આરોપી તોફાન મચાવ્યું હતું. પોલીસકર્મી ને મારી સામે ફરિયાદ નોંધો છો? તેમ કહી આરોપીએ પોલીસ સ્ટેશનનું સરકારી પ્રિન્ટર તોડી નાખ્યું અને દીવાલે માથું પછાડી ઇજાઓ કરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત આકાશના સગાને બોલાવી સારવાર અર્થે આરોપીને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો