બંને સામે દુષ્પ્રેરણાનો ગુનો:સરખેજમાં સાળા, કાકા સસરાના ત્રાસથી કંટાળી પુરુષે આપઘાત કર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્યુસાઈટ નોટ, વીડિયો મળતા ઘટસ્ફોટ, બંને સામે દુષ્પ્રેરણાનો ગુનો

સરખેજમાં રહેતા એક પુરુષે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેના મોત બાદ ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ તેમ જ એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં મરનારે પત્ની સાથે ચાલતી તકરારમાં તેના સાળા અને કાકા સસરાએ ખોટા આક્ષેપો કરી માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને અંતિમ પગલું ભર્યાંનું બહાર આવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના સાળા અને કાકા સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સરખેજમાં રહેતા અને મૂળ ધોલેરાના વતની અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામકાજ કરતા મુકેશભાઈ જાદવે ગત 18મી મેના રોજ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા તેમના નાનાભાઈ કાંતિભાઈએ મુકેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જયાં સારવાર દરમિયાન 19મી મેના રોજ તેમનું મોત નીપજયું હતું.

મુકેશભાઈના મોતના દોઢેક મહિના બાદ કાંતિભાઈને એક ચિઠ્ઠી મળી હતી, જેમાં મરનાર મુકેશભાઈએ તેમની પત્ની સાથે ચાલતી તકરારમાં તેમના સાળા તુલસીભાઈ ચૌહાણ (રહે. ગીતામંદિર) અને કાકા સસરા શંકરભાઈ ચૌહાણ (રહે. સુરેન્દ્રનગર)ને જવાબદાર ઠેરવ્યા હતા.

આ અંગે કાંતિભાઈએ તેમના બનેવી અજિતભાઈને જાણ કરતા અજિતભાઈએ જણાવ્યું હતું કે, તેમને પણ મરતા પહેલાં મુકેશભાઈએ સ્યુસાઈટ નોટમાં લખ્યું છે તે મુજબનો એક વીડિયો મોકલ્યો છે. આ અંગે કાંતિભાઈએ તુલસીભાઈ, શંકરભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...