તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આપ’માં જોડાણ:અમદાવાદના સરદારનગરમાં એક હજારથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

અમદાવાદ23 દિવસ પહેલા
અમારી પાસે પાર્ટીના ખેસ ખૂટી પડ્યાઃ વિજય સુંવાળા
  • વિજય સુંવાળાની ઉપસ્થિતિમાં એક હજાર લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી, ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયા સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ હવે તેઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે. આજે અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાંથી એક હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે.

ગાયક કલાકાર વિજય સુંવાળાએ લોકોને પાર્ટીમાં જોડાવા અપીલ કરી
ગાયક કલાકાર વિજય સુંવાળાએ લોકોને પાર્ટીમાં જોડાવા અપીલ કરી

વિજય સુંવાળાએ વધુ લોકોને પાર્ટીમાં જોડાવા આહ્વાન કર્યું
આજે ભાજપના નેતા લખા ભાઈ દેસાઈના કારણે અનેક લોકોએ હવે આપનો ખેસ ધારણ કર્યો હતો. આ તમામ લોકો રબારી સમાજના છે. જેથી તાજેતરમાં જ આપમાં જોડાયેલા ગાયક કલાકાર વિજય સુંવાળાની લોકચાહના આ વિસ્તારમાં વધારે જોવા મળી હતી. તેમણે પણ તમામ લોકોને પાર્ટીમાં જોડાવા અપીલ કરી હતી. વિજય સુંવાળાએ જણાવ્યું કે આજે અમારી પાસે પાર્ટીના ખેસ ખૂટી પડ્યા છે. લોકો પાર્ટીમાં જોડાવા તત્પર છે. 2000 થી વધુ લોકોની હજી પણ જોડાવા માંગે છે. જેનાથી સાબિત થાય છે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે.

રબારી સમાજના લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો
રબારી સમાજના લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો

સુરતમાં શિલાલેખ સોસાયટીના 200થી વધુ લોકો 'આપ'માં જોડાયા
સુરતના સચિન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં 'આપ'નો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાની ફરિયાદ સાથે તેઓ 'આપ'માં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...