તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક બાબતે મગજમારી:સાબરમતીમાં પોલીસે મહિલાને માસ્કનો દંડ ભરવા કીધું તો જાહેરમાં કપડાં ઉતારવા લાગી, મહિલા પોલીસને ત્રણ લાફા મારી ફરાર થઈ ગઈ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરમતી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર - Divya Bhaskar
સાબરમતી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

માસ્કનો દંડ ઉઘરાવતી સમયે પ્રજા અને પબ્લિક વચ્ચે ઘર્ષણનાં અનેક બનાવો અગાઉમાં સામે આવ્યા છે. ત્યારે આજે સાબરમતી વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. સાબરમતી પોલીસ આજે બપોરે લગભગ પોણા બાર વાગ્યાની વિસ્તારમાં માસ્કના મેમોની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસ એ તેને અટકાવી હતી અને લાઇસન્સ તેમજ વાહનના કાગળીયા માંગ્યા હતા. જો કે એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી હતી.

પોલીસે આ મહિલાને માસ્ક ના પહેરવા બદલ દંડ ભરવા માટેની જાણ કરતા જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતે પહેરેલ કપડા જાહેરમાં ઉતારવા લાગેલ અને મહિલા પોલીસ કર્મચારીને મારવા માટે દોડી હતી. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરીને બે-ત્રણ લાફા મારી દીધા હતા. બાદમાં એકટીવા લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસની કાયદેસરની ફરજમાં અડચણરૂપ બની મારા મારી કરી ભાગી ગયેલ હોવાથી તેના વિરુદ્ધમાં પોલીસેફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...