• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Sabarmati, A Neighbor Vandalized A House And Pelted Stones With 15 People After The Girl Refused To Withdraw Her Harassment Application.

યુવકની દાદાગીરી:સાબરમતીમાં યુવતીએ છેડતીની અરજી પાછી ખેંચવા ના પાડતા પાડોશીએ ઘરમાં તોડફોડ કરી, 15 લોકો સાથે મળી પથ્થરમારો કર્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘તને ક્યાંય મોં બતાવવા લાયક નહિ છોડું’ કહી યુવકે ધમકી આપી

સાબરમતીમાં યુવતીની છેડતી કરનારા પાડોશી વિરુદ્ધ યુવતીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજી પાછી ખેંચવા માટે પાડોશીએ ધમકી આપી હતી, પરંતુ યુવતી ટસની મસ ન થતાં, પાડોશીએ 15 જેટલાં માણસો સાથે મળીને યુવતીના ઘર પર પથ્થરમારો કરી, ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સાબરમતી છારાનગરમાં રહેતી મોના (ઉં.21, નામ બદલ્યું છે) માતાપિતા, બહેન અને ભાઈ સાથે રહે છે. મોનાની પાડોશમાં રહેતા દીપેશે મોનાની છેડતી કરતાં તેના વિરુદ્ધ સાબરમતી પોલીસમાં અરજી કરી હતી. દરમિયાન સોમવારે રાતે દીપેશે મોના સાથે ઝઘડો કરી તેને અરજી પાછી ખેંચી લેવા કહ્યું હતું.

મોનાએ અરજી પાછી લેવાની ના પાડતા દીપશે તેના પર ગુસ્સે થઈ ધમકી આપી હતી કે હું તને ક્યાંય મોં બતાવવા લાયક નહીં છોડું. તેમ કહેતા મોનાના પરિવારના સભ્યો આવી જતા દીપેશના પરિવારના 15 લોકો પણ દોડી આવ્યા હતા. દીપેશના પરિવારે મોના અને પરિવાર સાથે મારામારી કરી, તેના ઘર પર પથ્થરમારો કરી ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી, જેમાં મોના, તેની માતા અને તેનો પિતરાઈ ઈજાગ્રસ્ત થયા હતા. સાબરમતી પોલીસમાં મોનાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...