હાઈકોર્ટમાં સુનાવણી:રાઈટ ટુ પ્રાઈવસીમાં લોકો ઘરે શું ખાશે અને શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારનો અધિકાર નથીઃ અરજદાર

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • રાઈટ ટુ પ્રાઈવસીનો મતલબ એ નહીં કે લોકોને ઘરમાં બેસીને દારુ પીવાની છૂટ આપી શકાયઃ ગુજરાત સરકારનું કડક વલણ.
 • ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્યઃ રાજ્ય સરકાર

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ધૂસાડવામાં આવતા દારુ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારુનો પર્દાફાશ કર્યો છે. હાઈકોર્ટમાં દારુબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરુ થઈ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે, લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપી શકાય. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે.

 • અરજદારઃ રાઈટ ટુ પ્રાઈવસીમાં હવે કોઈ ઘરે શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારનો અધિકાર નથી, અન્ય રાજ્યમાંથી દારુ પીને રાજ્યમાં આવનાર પર સરકારે રોક લગાવી છે તે યોગ્ય નથી. તેને કેટલા સમય પહેલાં ડ્રિંક કર્યું એ કેવી રીતે જાણી શકાય? દારૂની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી? તેને એક જ વ્યાખ્યાના આધારે અલગ અલગ પાસામાં ગણવામાં આવે છે. ત્યારબાદ દારૂ પીધા પછી વ્યક્તિ કેટલો સમય નશામાં રહે તે પણ જાણવું મુશ્કેલ છે. એટલે કોઈ ઠોસ વ્યાખ્યા સરકાર પાસે છે જ નહીં.
 • હાઈકોર્ટઃ દારુબંધી કેમ લગાવવામાં આવી?
 • અરજદારઃ પ્રોહિબિશનના કાયદાના વ્યાપ અને હેતુ અંગે કોઈ સ્પષ્ટતા પણ કાયદામાં નથી. તે કેમ કાયદો લાવ્યા તે પણ સ્પષ્ટ નથી
 • એડવોકેટ જનરલ: કાયદો જાહેરહિતના આરોગ્યને ધ્યાનમાં લઈને લાવવામાં આવ્યો છે.
 • અરજદાર: જે રાજ્યમાં દારૂ માટે છૂટ છે ત્યાંથી આવતા લોકો જો ડ્રાઇવિંગ ન કરતા હોય છતાં તેઓ પર ગુનો દાખલ કરવામાં આવે એ યોગ્ય નથી. અરજદારે બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો વાંચ્યો અને કહ્યું અમે શરૂઆતમાં એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે નશાબંધી પીણાં પર પ્રતિબંધ લાદવાની કાર્યવાહી કરવા માટે સ્થાનિક વિધાનસભાની ક્ષમતા "પ્રશ્નાર્થમાં નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષ આખો કાયદો ક્યારેય પડકારજનક ન હતો. જે હું કહેવા માગું છું. જે જોગવાઈઓને અમે પડકારી રહ્યા છીએ તે સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવી ન હતી.
 • અરજદાર: સુપ્રીમ કોર્ટે કલમ 12 અને 13 (દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ) ફક્ત મેડિકલ અને શૌચાલયની તૈયારીની મર્યાદાને ધ્યાનમાં લીધી હતી. કલમ 24-1 બી (નશાની સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ) તે સમયે અસ્તિત્વમાં નહોતી. ભૂતકાળમાં મહાત્મા ગાંધીનો મત હતો કે સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ અને તે સમયે મોરારજી દેસાઇ બોમ્બેના સીએમ હતા. તેથી તે સંદર્ભ હોઈ શકે છે.
 • એડવોકેટ જનરલઃ લોકો સામાન્ય રીતે પીવાના દુષ્પ્રભાવ ના દૂરના પ્રભાવોની અનુભૂતિ કરતા નથી. તેથી નશીલા દારૂ પીવાની પ્રવૃત્તિને અટકાવવા અને આરોગ્યનાં ધોરણોને વધારવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
 • અરજદાર: લિકર પ્રતિબંધનો કોઈ બંધારણ પૂર્વેનો ઇતિહાસ નથી.મેં બંધારણીય ચર્ચાઓ જોઈ છે. જેમાં કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી. ઘણા સભ્યોનો મત હતો કે પ્રતિબંધ ત્યાં ન હોવો જોઈએ. તેથી તેઓએ તેને રાજ્યો પર છોડી દેવાનું નક્કી કર્યું. બોમ્બે હાઇકોર્ટે એવો મત લીધો હતો કે મેડિકલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વિધાનસભામાં યોગ્યતા નથી. તે ફક્ત નશીલા દારૂને જ પ્રતિબંધિત કરી શકે છે.
 • હાઇકોર્ટ: અહીંનો મુદ્દો કાનૂની કરતાં વધુ તથ્યપૂર્ણ છે. સવાલ એ છે કે બોમ્બે હાઈકોર્ટ પહેલા કયા તથ્યો હતા, કયા મુદ્દાઓએ નિર્ણય કર્યો, કઈ કાનૂની જોગવાઈઓ પડકાર હેઠળ હતી અને કેવી રીતે?
 • હાઇકોર્ટે: આપણે પહેલા નિર્ણય કરવો પડશે કે પ્રારંભિક મુદ્દા પર સમસ્યા છે કે નહીં, પછી જ આપણે આગળ વધી શકીશું.

દર વર્ષે 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે
એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં.

5 અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી
ત્રણ વર્ષ પહેલા એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે. આમાંના એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલા સાથે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીના કારણો તથા તર્ક જણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...