તંત્રની બેદરકારી, લોકોનો ભોગ:રામોલ, હાથીજણ અને નરોડામાં ચોખ્ખું પાણી રસ્તે વહી જાય છે 'ને લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઈનો લીકેજ થતા લોકોને પ્રદૂષિત પાણી પીવા મજબૂર થવું પડે છે

શહેરમાં લોકો ચોખ્ખા પાણી માટે રોજિંદા જીવનમાં વલખા મારી રહ્યાં છે. નરોડા, રામોલ-હાથીજણના શ્રમિક વિસ્તારોમાં તંત્ર બેધ્યાન બની ગયું છે. જ્યાં ચોખ્ખા પાણીની પાઈપલાઇનોમાં ભંગાણ થયું હોવાથી સ્થાનિકોના ઘરે પ્રદૂષણયુક્ત પાણી પહોંચી રહ્યું છે. જેથી આ શ્રમિકો તે પ્રદૂષણવાળુ પાણી પીવા માટે મજબૂર બની ગયા છે.

નરોડામાં પાણીના લીકેજની સમસ્યા અને ખોદકામોનો પાર નથી
નરોડા અને નવા નરોડા વિસ્તારમાં પાર્થ ટેનામેન્ટના રોડ પર પાણીનું લીકેજ થયું છે, જ્યાં હાલમાં રોડનું ખોદકામ ચાલુ છે. સંત શિરોમણી રોહીદાસ ગાર્ડનથી સુધી મંદિરના એક કિમી.ના ડૉ. બી. આર આંબેડકર રાજમાર્ગ પર ઠેર ઠેર વારંવાર દર મહિને પાણીનું લીકેજ થાય છે. લીકેજ થયેલું પાણી રસ્તા પર ફરી વળે છે અને રસ્તો પણ બિસમાર બને છે.

એકતાનગરમાં ચોખ્ખા પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે
રામોલ ગામ એકતાનગરમાં પાણીની લાઈનો લીકેજ થવાના કારણે પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. જ્યાં કોર્પોરેશન દ્વારા ખુલ્લા ખાડા કરેલા હોવાથી પાણી ભરાયેલા રસ્તામાંથી અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. જે સમસ્યાના નિવારણ માટે સ્થાનિક જાકિરમિયા મલેક દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

જનતાનગરમાં 10 દિવસથી માટી અને પોલ્યુશનવાળું પાણી પીવું પડે છે
રામોલ જનતાનગરમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીમાં માટીવાળું અને પોલ્યુશનવાળું પાણી આવે છે. જેથી રહીશોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. જેના લીધે લોકોમાં પથરીની બીમારી થવાની શક્યતા રહે છે. આ સમસ્યાને લીધે લોકોને પીવાના પાણી માટે ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે અને પાણીની બોટલો ખરીદવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...