ચોરી:પુષ્ય નક્ષત્રે જ મહિલાએ જ્વેલરી શોપમાંથી સોનાની 2 બંગડી ચોરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેટેલાઇટની શોપમાં સ્ટોક ચેક કરતી વખતે ચોરીની જાણ થઈ
  • મહિલાએ નજર ચૂકવી 15 મિનિટમાં જ બંગડીઓ સેરવી લીધી

સેટેલાઇટમાં શિવરંજની ચાર રસ્તા પાસેની એક જ્વેલરી શોપમાં પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરવાના બહાને ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ચોર સેલ્સ ગર્લની નજર ચૂકવી રૂ.1 લાખની કિંમતની સોનાની 2 બંગડી ચોરી ગઇ હતી. 15 જ મિનિટમાં આ મહિલા બંગડીઓ ચોરી ગઇ હતી. સ્ટોક ચેક કરતા બે બંગડી ઓછી જણાતા સીસીટીવી ચેક કરવામાં આવતા ચોરીની ઘરના કેદ થઇ હતી.

ઘોડાસરમાં રહેતા પ્રકાશકુમાર સોની (49) શિવરંજની ચાર રસ્તા ઈસ્કોન સેન્ટરમાં ગોલ્ફીનિટી જ્વેલર્સ નામના શો રૂમમાં સ્ટોર મેનેજર છે. 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર હોવાથી શોરૂમમાં ભીડ હતી. ત્યાર બાદ સાંજે દાગીનાનો સ્ટોક ચેક કરતા તેમાં રૂ.1 લાખની કિંમતની સોનાની 2 બંગડી ઓછી જણાઈ હતી.

આથી શો રૂમના સીસીટીવી ચેક કરવામાં આવતા 7 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી 5.45 વાગ્યા સુધીમાં ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા આવી હતી. તેણે સેલ્સ ગર્લ સોનલબહેન પાસે દાગીના જોવા માગતા સોનલબહેન તેમને દાગીના બતાવી રહ્યાં હતાં. આ દરમિયાનમાં સોનલબહેનની નજર ચૂકવીને તે મહિલા સોનાની બે બંગડી ચોરી ગઈ હતી. આ અંગે પ્રકાશકુમારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મોં પર લાલ - વાદળી કલરનો દુપટ્ટો તેમ જ લાલ રંગની પ્રિન્ટેડ સાડી પહેરી હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...