છેતરપિંડી:પ્રહલાદનગરમાં કાર બહાર 10-10ની 3 નોટો ફેંકી મહિલાને લલચાવી ગઠિયો પર્સ-ફોન ઊઠાવી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દવા લેવા નીકળેલી પ્રહલાદનગરની મહિલા છેતરાઈ
  • કારમાં બેઠા પછી ખબર પડી કે મોબાઈલ અને પર્સ ચોરાઈ ગયું
  • મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

તમારા પૈસા નીચે પડી ગયા છે, તેમ કહીને મહિલાને કારની બહાર બોલાવીને ગઠિયો સીટ પર મુકેલા મોબાઈલ ફોન, પૈસા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ચોરી ગયો હતો. જે અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

પ્રહલાદનગર ગાર્ડન કોર્પોરેટ રોડ સૂયોગ બંગ્લોઝમાં રહેતા તન્વી કૌશલેન્દ્રસિંહ સિસોદિયા(28)પ્રહલાદનગર ખાતેના ઈ-ક્લિનિકલ વર્કસમાં નોકરી કરે છે. ગત 20 ઓકટોબરની સાંજે તન્વીબેન પોતાની કાર લઇને મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પાછા કાર બેસવા જતા હતા, ત્યારે એક અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો અને કહ્યું કે, મેડમ તમારા પૈસા નીચે પડી ગયા છે. તેની વાત સાંભળીને તન્વીબેન કારની હાર નીકળીને જોયું તો તેમની કાર પાસે 10-10ની ત્રણ નોટો પડી હતી, જેથી તન્વીબેન તે નોટો લઈને કારમાં બેસી ગયા. એ પછી તેમણે જોયું તો બાજુની સીટ પર મૂકેલું તેમનું પર્સ ગાયબ હતું. જેમાં મોબાઈલ ફોન, પૈસા, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ તેમજ ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિત મહત્વના અનેક ડોક્યુમેન્ટ હતા. આ અંગે તન્વીબેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...