ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી શ્રેષ્ઠ સંતાનપ્રાપ્તિ માટે છેલ્લા 11 વર્ષથી તપોવન કેન્દ્ર ચલાવે છે. તપોવન કેન્દ્રમાં માતાઓને ગર્ભસંસ્કારની ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી 40 હજારથી વધુ માતાઓએ તેનો લાભ લીધો છે. વિજ્ઞાનિઓના મતે બાળકના 60 ટકા મગજનો વિકાસ માતાના ગર્ભમાં જ થઈ જાય છે. એટલે કે, માતાના ગર્ભમાંથી જ બાળકનું પ્રશિક્ષણ શરૂ થાય છે.
યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહે કહ્યું કે, સગર્ભાના શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસની અસરો ગર્ભસ્થ શિશુ પર પડે છે. સ્કૂલે જતા બાળકોને પ્રશિક્ષણ મેળવવા વર્ગખંડ હોય છે તેમજ માતાનો ગર્ભ ગર્ભસ્થ શિશુ માટે ‘ગર્ભખંડ’ છે. કારણ કે, ગર્ભસ્થ શિશુ ગર્ભમાં 280 દિવસ સુધી રહે છે.
કુલપતિએ જણાવ્યું કે, ગર્ભ સંસ્કારની ટ્રેનિંગ બાદ પ્રાપ્ત તેજસ્વી બાળકો અન્ય બાળકોની સરખામણીએ વધુ સ્વસ્થય, વધુ તંદુરસ્ત, શ્રેષ્ઠ ગ્રહણશક્તિ અને શ્રેષ્ઠ યાદશક્તિની ગુણવત્તા ધરાવતા હોય છે.
સગર્ભા રોજ 2.30 કલાક ટ્રેનિંગ મેળવે છે
રાજ્યમાં 12 તપોવન કેન્દ્ર છે જેમાં એક મહિનાથી આઠ મહિનાની ગર્ભસ્થ 200થી વધુ માતા રોજ 2.30 કલાક ટ્રેનિંગ મેળવે છે. ટ્રેનિંગમાં તપોવન સંકલ્પ ગીતનું ગાન, ગર્ભધ્યાન, ગર્ભસંવાદ, ભાષાશિક્ષણ, સંગીત, વાર્તા, વાંચન, ભરતગૂંથણ, બૌદ્ધિક રમતો, ગણિત, વિજ્ઞાન, વકતૃત્વ, પ્રાર્થના, પ્રાણાયામ, યોગ અને હળવો વ્યાયામ કરાવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.