LD એન્જિનિયરિંગ કોલેજની તૈયારી:જોબ પ્લેસમેન્ટમાં સારાં પેકેજ મળે તે માટે બાયોડેટા, ઇન્ટરવ્યૂ, કોમ્યુનિકેશન સ્કિલ સહિતની ટ્રેનિંગ અપાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજની 14થી વધુ બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ શરૂ, જે ઓગસ્ટ 2023 સુધી ચાલશે
  • આ બાબતો પર ફોકસ કરી તેમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાશે

એલડી એન્જિનિયરિંગમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરતા 2023 બેચના પાસ આઉટ વિદ્યાર્થીઓ જોબ પ્લેસમેન્ટમાં સારો દેખાવ કરી શકે તે માટે તેમને ટ્રેનિંગ અપાશે. કોલેજના જોબ પ્લેસમેન્ટનો પ્રારંભ થયો છે, જે જુુલાઈ-2023 સુધી ચાલશે. આ વર્ષના પ્લેસમેન્ટમાં નેશનલ અને મલ્ટિનેશનલ લેવલની કંપનીઓ જોડાઈ હોવાથી સીવી મેકિંગ, વર્બલ કોમ્યુનિકેશન સહિતનાં પાસાંમાંં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ બનીને, ઉજ્જવળ દેખાવ કરે તે હેતુસર ટ્રેનિંગ અપાશે.

આશરે 14થી વધુ બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2022-23 માટેના જોબ પ્લેસમેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. સીવી રાઈટિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, જીડીપીઆઈ, કોમ્યુનિકેશન સ્કિલ, વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ સહિતની બાબતોમાં વિદ્યાર્થીઓ નિપુણ બને તે પ્રકારે જુદા જુદા તાલીમ પ્રોગ્રામોનંુ આયોજન હાથ ધરાશે તેમ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું છે.

બાયોડેટા મેકિંગ
દેશ અને વિદેશની અગ્રણી મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરવા માટે જરૂરી સીવી અંગેની અથથી ઇતિ સુધીની તાલીમ અપાશે, જેમાં ઉમેદવારનું નામ, કરિયર પ્રત્યેની અપેક્ષા, એકેડેમિક લાયકાત સહિતની બાબતો આધુનિક એપ્રોચ સાથે લખાશે, જેના માટે આ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાશે.

GDPIની મોક તાલીમ
ગ્રૂપ ડિસ્કસનમાં કેવી બોડી લેંગ્વેજ રાખવી, શું બોલવું, ક્યારે અટકવંુ જેવી બાબતો જ્યારે પર્સનલ ઇન્ટરવ્યૂમાં વિવિધ પ્રશ્નોત્તરીના જવાબો કેવી રીતે આપવા તે શીખવાડાશે.

વર્બલ સ્કિલ કોમ્યુનિકેશન
ઇગ્લિંશ ભાષામાં નિપુણતા આવે તે માટે વિદ્યાર્થીઓને તાલીમ અપાશે.

એપ્ટિટ્યૂડ
​​​​​​​ઇન્ટરવ્યૂમાં લોજિકલ રિજનિંગ સાથેના પ્રશ્નોના જવાબ, મેન્ટલ અર્થ મેટિક્સ, કોઈ પડકારજનક કામ કરવા માટેની ક્ષમતા કેળવાય તે માટે પ્રયાસ કરાશે.

સ્કિલ ડેવલપમેન્ટ
સરકારી અને ખાનગી નોકરીમાં કામ કરવા માટે જરૂરી સ્કિલની સ્પેશિયલ ટ્રેનિંગ અપાશે.

10 વર્ષમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી
એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લાં 10 વર્ષમાં આશરે 5 હજારથી વધુ વિદ્યાર્થીએ જોબ પ્લેસમેન્ટ મેળવ્યું છે. વિદ્યાર્થીઓનું આશરે મિનિમમ ત્રણ લાખથી 12 લાખ સુધીનંુ ઓન કેમ્પસ પ્લેસમેન્ટ થયું છે. ગત વર્ષે 2022 પાસ આઉટ વિદ્યાર્થીઓમાં વાર્ષિક વિશ્વ કાકડિયાએ આઈટી બ્રાન્ચમાં 28 લાખનંુ ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...