તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8થી 12 ફેબ્રુઆરી નાણાકીય સાક્ષરતા સપ્તાહ તરીકે ઊજવાય છે. જોકે કોરોના બાદ ગ્રાહકોની બેન્ક સામેની ફરિયાદોમાં વધારો થયો છે. બેન્ક દ્વારા અપાતી સર્વિસ અને બેન્કના કર્મચારીઓના વર્તનને લઈને ગ્રાહકો દ્વારા આરબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી રહી છે. 2018-19ના વર્ષમાં માત્ર અમદાવાદમાં 9600 ફરિયાદો મળી હતી, જે વર્ષ 2019-20માં વધીને 16 હજાર થઇ હતી.
આરબીઆઈ અમદાવાદના ડિરેક્ટર એસ.કે. પાનીગ્રહીએ જણાવ્યું હતું કે, નાણાકીય સાક્ષરતાને કારણે ગ્રાહકો જાગૃત થયા છે અને તેમને પડતી મુશ્કેલી અમને જણાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, કોવિડના વર્ષમાં માત્ર અમદાવાદમાં 16 હજાર ફરિયાદો બેન્કો સામેની મળી હતી, જેમાં સૌથી વધારે ફરિયાદો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને એચડીએફસી બેન્ક સામેની છે. બીજી તરફ કોરોનાનું બહાનું આગળ ધરીને નાગરિકોને ફાટેલી ચલણી નોટ અને નવી નોટ આપતી વિન્ડો છેલ્લા માર્ચ મહિનાથી બંધ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.