મિલકત જપ્ત:એક વર્ષમાં ગુજસીટોકના 7 આરોપીની રૂ.11.41 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ,સુરત, રાજકોટના ગેંગસ્ટરોની મિલકત જપ્ત થઈ
  • રાજકોટના નિખિલ દોંગા પાસે સૌથી વધુ 6.79 કરોડની મિલકત

રાજ્યમાં ગુજસીટોકના ગુના હેઠળ ઝડપાયેલા 7 આરોપીની મિલકત ટાંચમાં લેવા ગૃહવિભાગની મંજૂરીના પગલે પોલીસે કવાયત હાથ ધરી હતી, જેમાં 2022માં આશરે 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી.

પોલીસવડા આશિષ ભાટીયાએ જણાવ્યાનુસાર, ચાર ગુનામાં વર્ષ 2022માં આશરે કુલ 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ છે, જેમાં સુરતના લાલુ જાલીમ ગેંગના સભ્ય અમિત ઉર્ફે લાલુની બે કાર મળી આશરે રૂ.33 લાખની મિલકત, જામનગરના જયેશ રાણપરિયા ગેંગના સભ્યો સુનિલ ગોકુલદાસ, રૂપલ લીમેશ પાબારી, યશપાલસિંહ જાડેજા તથા જશપાલસિંહ જાડેજાની જામનગર ખાતે આવેલા ચાર પ્લોટ મળી આશરે 4 કરોડ 26 લાખની કિંમતની મિલકત, રાજકોટ ગ્રામ્ય જિલ્લાની નિખિલ દોંગા ગેંગના સભ્ય પિયુષ કોટડિયાનો પ્લોટ, ફોર્ડ કાર, બુલેટ, તથા જેસીબી મળી કુલ 6 કરોડ 79 લાખની કિંમતની મિલકતો ટાંચમાં લેવાઈ હતી. અમદાવાદમાં અઝહર કીટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર ઉર્ફે કીટલીની 2.5 લાખની મિલકતનો સમાવેશ થાય છે.

ઓર્ગેનાઇઝડ ક્રાઇમને રોકવા ડીજીપીની સૂચના
રાજ્યમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમની બદીને નેસ્તનાબુદ કરવા માટે તેમ જ રાજ્યમાં ભય ફેલાવી ગંભીર ગુનાઓ આચરતી ગુનાહિત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતા ગુના પર હજુ નિયંત્રણ લાવવા માટે પ્રયાસો ચાલુ રાખવા ડીજીપી આશિષ ભાટીયાએ સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...