તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In One Year, More Than 100 Employees Including IPS Of Gujarat Died In Day And Night Duty On Public Service, Highest In Ahmedabad, Vadodara

‘MAY I HELP YOU’ સાર્થક કર્યું:એક વર્ષમાં જનતાની સેવામાં રાત-દિન ઓન ડ્યૂટીમાં ગુજરાતના IPS સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓનાં મોત, અમદાવાદ, વડોદરામાં સૌથી વધુ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર જનતાની સુરક્ષા માટે સતત ખડેપગે રહ્યા છે
  • સુરતમાં 8, રાજકોટમાં 3, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 5 પોલીસકર્મીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે

છેલ્લાં બે વર્ષથી ગુજરાત કોરોના સામે ફ્રન્ટલાઈન વોરિયર્સની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. લોકડાઉન સમયે જ્યારે જનતા ઘરમાં બંધ હતી ત્યારે પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર અન્યોની સુરક્ષા માટે સતત ખડેપગે હતા, જેને કારણે અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. છેલ્લા એક વર્ષમાં અંદાજે 100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં આર્મ્સ યુનિટના ડીઆઈજી (IPS) એમ.કે.નાયકનું પણ કોરોનાથી નિધન થયું હતું, જ્યારે આજે પણ અનેક કર્મચારીઓ સારવાર હેઠળ દાખલ છે.

સમયસર સારવાર ન મળતાં અનેક કર્મીઓએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં માર્ચ 2020થી કોરોના મહામારી વકરી રહી છે. જ્યારે 2021માં કોરોના તાંડવ વચ્ચે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી કપરી સ્થિતિ વચ્ચે પોલીસકર્મીઓ છેલ્લાં બે વર્ષથી પોતાના પરિવારથી દૂર રહી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત છે, જેમાંથી અનેક અધિકારી તેમજ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટેમાં આવી ગયા છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. દુ:ખની વાત એ છે કે આમાંથી કેટલાક પોલીસકર્મચારીઓનું સમયસર સારવાર ન મળતાં મોત નીપજ્યું છે. 2020ની ચૂંટણીમાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકી રેલીઓમાં બંદોબસ્તમાં જોડાયા હતા.

લોકડાઉનમાં દિવસ-રાત જનતાની સેવામાં તહેનાત.
લોકડાઉનમાં દિવસ-રાત જનતાની સેવામાં તહેનાત.

સૌથી વધુ અમદાવાદ, વડોદરાના પોલીસકર્મીઓનાં મોત
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 107 પોલીસ અધિકારી-કર્મચારીઓનાં કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. આમાં સૌથી વધુ અમદાવાદમાં 20 તેમજ વડોદરામાં 13 પોલીસકર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ સુરતમાં 8, રાજકોટમાં 3, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 5 પોલીસકર્મીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. પોલીસકર્મીઓની સાથે 22 હોમગાર્ડ તેમજ અનેક TRB જવાનોનાં પણ કોરોનામાં મોત થયાં છે. સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને હોમગાર્ડ અને TRB જવાનો દિવસ-રાત ડ્યૂટી પર હાજર રહ્યા છે. ત્યારે આવા ફ્રન્ટલાઈન વોરિયર્સની સુરક્ષા માટે તંત્ર દ્વારા ઢીલાશ જોવા મળી રહી છે, જેના પગલે કોઈને બેડ ન મળતાં તો કોઈની યોગ્ય સમયે સારવાર ન મળતાં પોતાનો જીવ ગુમવાવો પડ્યો છે.

લોકોની સુરક્ષામાં અનેક કર્મીઓ પણ સંક્રમિત થયા.
લોકોની સુરક્ષામાં અનેક કર્મીઓ પણ સંક્રમિત થયા.

કોરોનામાં પણ મંત્રીઓ-VIPની સેવામાં સતત તહેનાત
કોરોનાકાળ વચ્ચે પણ ગત વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, જેને કારણે રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમોનો ભંગ થયો હતો, સાથે જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હતી. ચૂંટણીને પગલે મંત્રીઓની અવરજવર વધતાં પોલીસકર્મીઓ સતત તહેનાત રહેતા હતા. સાથે જ જ્યાં સુધી મંત્રીઓ પરત ન જાય ત્યાં સુધી કર્મીઓને સ્થળ પર જ રહેવું પડે છે. લોકોની ભીડ થતી અટકાવવા માટે પણ પોલીસ દ્વારા અનેક પ્રયાસો થાય છે, જેમાં ક્યારે પણ પોલીસ કોરોનાનો ભોગ બને છે.

પોલીસલાઇનોમાં જઈ સેનિટાઇઝેશનની કામગીરી પણ કરી.
પોલીસલાઇનોમાં જઈ સેનિટાઇઝેશનની કામગીરી પણ કરી.
અન્ય સમાચારો પણ છે...