પશુઓ માટે હેલ્પલાઈન:ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતમાં ઘાયલ અને બીમાર 22 લાખ જેટલા પશુઓની ઈમર્જન્સી સારવાર કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પશુઓ માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે - Divya Bhaskar
પશુઓ માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન શરૂ કરી છે
  • રખડતા પશુઓની સારવાર માટે રાજ્ય સરકારની કરૂણા હેલ્પલાઇન 1962
  • અમદાવાદમાં છેલ્લા 12 માસમાં 64,866 પશુઓની સારવાર કરાઇ

માણસોની સારવાર માટે અનેક પ્રકારની હેલ્પલાઈનો કાર્યરત છે. જ્યારે પશુ પક્ષીઓ માટે કેટલાક ટ્રસ્ટ અને ફાઉન્ડેશન હેલ્પલાઈન ચલાવી રહ્યાં છે. ઘાયલ થયેલા પશુ અને પક્ષીઓ માટે ખાનગી અને સરકારી હેલ્પલાઈનો ચાલુ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓની સારવાર માટે કરૂણા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જેમાં રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં બિમાર અને અકસ્માતમાં ઘાયલ થયેલા 22 લાખ જેટલા પશુઓને સારવાર આપવામાં આવી છે.

22 લાખ જેટલા પશુઓની ઈમર્જન્સી સારવાર કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં કરૂણ એનિમલ હેલ્પલાઇન 1962 દ્વારા કુલ 14 હજાર 79 પશુઓને ઇમરજન્સી સારવાર પુરી પડાઇ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો મોબાઇલ વેટરનિટી ડિસ્પેન્સરી દ્વારા 50 હજાર 787 પશુઓની સારવાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો કરૂણા હેલ્પલાઇન નંબર દ્વારા શહેરી વિસ્તારમાં 1 લાખ 30 હજાર 821 અને ગ્રામ્ય વિસ્તારમાં એમવીડી દ્વારા 21 લાખ 4 હજાર 62 પશુઓની ઇમરજન્સી સારવાર કરવામાં આવી છે.

ઇમરજન્સી કોલ આવતાની સાથે સારવાર માટે પણ ટીમો દોડાવાય છે.
ઇમરજન્સી કોલ આવતાની સાથે સારવાર માટે પણ ટીમો દોડાવાય છે.

રાજ્ય સરકાર દ્વારા કરૂણા હેલ્પલાઇન શરૂ કરાઇ
શહેરમાં રખડતા પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. તેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન અમદાવાદ શહેરમાં રખડતા દરેક પ્રકારના પુશઓની સારવારના કોલ આવ્યા હોય તો તેને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ વેટરનીટી વાન દરેક ગામમાં અઠવાડિયામાં બે દિવસ જાય છે. જે ગામના બીમાર પશુઓની સારવાર કરે છે. બાકીના દિવસોમાં ઇમરજન્સી કોલ આવતાની સાથે સારવાર માટે પણ ટીમો દોડાવાય છે.

સૌથી વધુ અકસ્માતમાં ઘાયલ પશુઓની સારવારના કોલ આવે છે
સૌથી વધુ અકસ્માતમાં ઘાયલ પશુઓની સારવારના કોલ આવે છે

સૌથી વધુ અકસ્માતમાં ઘાયલ પશુઓની સારવારના કોલ આવે છે
શહેર-ગ્રામ્ય બંને સેવાઓને જોઇએ તો છેલ્લા એક વર્ષમાં 22 લાખ 34 હજાર 883 પશુઓની સારવાર કરવામાં આવી છે. સારવારના મામલે રાજ્યમાં સૌથી વધુ ભાવનગરમાં 1 લાખ 39 196 પશુઓની વર્ષભર સારવાર કરવામાં આવી ચૂકી છે. રાજકોટમાં 1 લાખ 14 હજાર 297,સાબરકાંઠામાં 1 લાખ 7 હજાર 914, છોટાઉદેપુરમાં 1 લાખ 11 હજાર 477 પશુઓની ઇમરજન્સી સારવાર થવા પામી છે. પૂર્વ અમદાવાદમાંથી રખડતા કૂતરા, ઘાયલ ઉંટ, વાહનની અડફેટે આવેલી લોહીલુહાણ હાલતમાં પડેલી ગાય સહિતના પ્રાણીઓની સારવારના કોલ આવતા હોય છે.