સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા:એક સપ્તાહમાં જ શહેરમાં સ્વાઈન ફ્લૂના 9 કેસ નોંધાયા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ, તાવના 1600 કેસ
  • 23 દિવસમાં ટાઈફોઈડના 144 કેસ આવ્યા

શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડી વધી છે તેની સાથે સ્વાઈન ફ્લૂના કેસો પણ વધ્યા છે. 15થી 23 જાન્યુઆરીમાં જ શહેરમાં સ્વાઈન ફ્લૂના 9 કેસ નોંધાયા છે. ચાલુ મહિને સ્વાઈન ફ્લૂના માંડ 12 કેસ છે જેમાંથી 9 ચાલુ સપ્તાહે નોંધાયા છે. તે ઉપરાંત શહેરમાં કુલ દર્દીના 20 ટકા તો શરદી-ઉધરસ અને તાવના આવે છે.

23 જાન્યુઆરીએ જુદા જુદા આરોગ્ય કેન્દ્ર પર તપાસ માટે આવેલા 8 હજારમાંથી 1600 દર્દી શરદી , ઉધરસ અને તાવના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ ખાનગી હોસ્પિટલમાં પણ શરદી, ઉધરસ અને તાવના દર્દી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી 24 દિવસમાં 2565 પાણીના સેમ્પલ લીધા હતા. જેમાંથી 23 સેમ્પલ અનફિટ જાહેર થયા છે.

રોગચાળાનું સરવૈયું

રોગચાળો કેસ ટાઈફોઈડ 144 કમળો 108 ડેન્ગ્યુ 24 ઝાડા-ઊલટી 22 સાદો મેલેરિયા 11 ઝેરી મેલેરિયા 01 ચિકનગુનિયા 01

અન્ય સમાચારો પણ છે...