તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરમાં કોરોનાથી થતાં મોતનો આંક પણ વધી રહ્યો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં મોતનો આંકડો ચોંકાવનારો આવ્યો છે. હોસ્પિટલના વર્ગ- 4ના કર્મચારીના જણાવ્યા અનુસાર, માત્ર 8-9 કલાકમાં 12 જેટલી કોરોનાની બોડી પરિવાર સાથે સ્મશાન મોકલવામાં આવી હતી.
છેલ્લા 15 દિવસમાં જ મોતનો આંકડો વધ્યો
સરકારી ચોપડે કોરોનાથી થતાં મોતની આંકડો અલગ છે, જ્યારે રિયાલિટી ચેક કરતાં મળેલો આંકડો કંઈક અલગ જ છે. 1200 બેડની હોસ્પિટલમાં બોડીને એમ્બ્યુલન્સ સુધી લઈ જનાર સ્ટાફના માણસોએ નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે તેઓ ત્રણ અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે. એક શિફ્ટમાં 12 જેટલી બોડી ઉપરથી નીચે આવે છે, જે પરિવારને સોંપવામાં આવે છે. રાતના સમયે અને વહેલી સવારના સમયે સૌથી વધુ લોકોનાં મોત થાય છે. બોડીને લઈને જવામાં તેમને પણ ડર લાગે છે, પરંતુ રોજી માટે તેઓ આ કામ કરે છે. તેમના પણ કેટલાક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ સાજા થયા બાદ ફરીથી નોકરી પર પરત ફર્યા છે. છેલ્લા 15 દિવસમાં જ મોતનો આંકડો વધ્યો છે, નહિ તો અગાઉ દિવસમાં 1 મોત અથવા એકપણ મોત થતું નહોતું, પરંતુ હવે અંદાજે 35 જેટલાં મોત સરેરાશ એક દિવસમાં થતાં હોય છે.
બોડી પીપીઇ કિટ અને પ્લાસ્ટિકની બેગમાં પેક થાય છે
અત્યારે હાલ 1200 બેડની હોસ્પિટલમાં પણ વધુ દર્દીઓ છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પણ વધુ છે અને મોત થતાં દર્દીઓ પણ વધુ છે. અત્યારે જે મોત થાય એમાંથી 4-5 જેટલાં મોત કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તેવા દર્દીઓનાં પણ હોય છે. દર્દીઓનાં મોત બાદ તેમની બોડીને પીપીઇ કિટ પહેરવીને પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દેવામાં આવે છે અને એ બાદ પરિવારને જોવા માટે બોલાવવામાં આવે છે. બોડી નીચે લાવ્યા બાદ પરિવારના સભ્યોને મોઢું જોવા માટે બોલાવવામાં આવે છે બાદમાં હિન્દુ ધર્મના હોય તો ફૂલ હાર કે અંતિમ દર્શન કરવા દેવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યને પીપીઇ કિટ પહેરાવીને એમ્બ્યુલન્સમાં બોડી સાથે બેસાડવામાં આવે છે અને સીધા જ સ્મશાન મોકલવામાં આવી રહ્યા છે.
સૌથી વધુ ઉંમરલાયક લોકોનાં મોત
કોરોનાથી મરનારા લોકોમાં યુવા, આધેડ અને વૃદ્ધ એમ તમામ ઉંમરના લોકો છે. સૌથી વધુ મોત ઉંમરલાયક લોકોનાં થાય છે. યુવા વર્ગના મોતની સંખ્યા ખૂબ ઓછી છે. જ્યારે આધેડ વયના લોકોનાં પણ મોત થઈ રહ્યાં છે. મોતના આંકડામાં સતત વધારો જ થઈ રહ્યો છે. એક એમ્બ્યુલન્સ બોડી લઈને જાય કે તરત જ બીજી એમ્બ્યુલન્સ બોડી લેવા માટે ગોઠવાઈ જાય છે. આમ, સતત બોડી આવી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.