તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉપવાસની વાત:નોરતાંમાં ડાયાબિટીસના દર્દીઓ આટલું ધ્યાન રાખી ઉપવાસ કરે, 3-4 દિવસ ઉપવાસ રાખી બીજા દિવસે પૂરતું જમી લેવું સારું

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: લિઝા શાહ
  • કૉપી લિંક

ડાયાબિટીસના દર્દીઓ માટે આ વર્ષે કોવિડના કારણે ખૂબ સાચવવાનું આવી ગયું છે. ઘણા વર્ષોથી જયારે ધાર્મિક રીતે નવરાત્રિના ઉપવાસ કરતાં વ્યક્તિઓને વિચાર આવે કે આ વર્ષે આ ઉપવાસ કરવા કેટલા હિતાવહ છે. અચાનક ડાયાબિટીસ ઓછો થઇ જાય કે જયારે ઉપવાસ પતી જાય પછી અચાનક ડાયાબિટીસ ઓછો થઇ જાય કે જયારે ઉપવાસ પછી અચાનક ડાયાબિટીસ વધી જાય તો શું કરવું? આમતો અમુક સ્ટડી બતાવે છે કે જો વ્યવસ્થિત રીતે ઉપવાસ કરવામાં આવે અને ખૂબ ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દી પણ ઉપવાસ કરી શકે છે કારણકે લગભગ વ્યક્તિઓમાં વજન વધુ હોવાને કરને ડાયાબિટીસના પ્રોબ્લેમ વધુ હોય છે.

ડાયાબિટીસ હોવા છતા લોકો ઉપવાસ કેમ કરે છે? ધાર્મિક રીતે નવરાત્રીના ઉપવાસ લોકો વર્ષોથી કરતાં હોય છે. ખાસ તો અત્યારના જમાનામાં વજન ઉતારવા માટે પણ ઉપવાસ કરતાં હોય છે. તેમાં પણ અત્યારે કોવિડના કારણે આપને સૌ જાણીએ છીએ કે જો વજન ઉતારેલું રાખીશું તો જ શરીરમાં ઇમ્યુનિટી વધશે અને રોગથી દૂર રહી શકાશે.

ડાયાબિટીસ સાથે ઉપવાસ: રિસ્ક
જો ડાયાબિટીસ હોય અને તમે ઇન્સ્યુલીન લેતા હોવ તો ઉપવાસ કરવાથી તેને એડજેસ્ટ કરવો પડતો હોય છે. અને જો વધુ ઇન્સ્યુલીન લેવાઈ જાય તો હાઈપોગ્લેસીમીયા થતો હોય છે માટે જો ઇન્સ્યુ,ઇન્સ્યુલીન ચાલુ હોય તો વધુ પડતાં ઉપવાસથી દૂર રહેવું સલાહ ભરેલું છે.

ડાયાબિટીસ હોય તો ઉપવાસ દરમ્યાન આવું ધ્યાન રાખો:
થોડી થોડી વખતે થોડું થોડું ખાઓ

બને ત્યાં સુધી દર 2 થી 3 કલાકે થોડું થોડું ખાઓ. જેમકે દિવસ દરમિયાન 2 ફ્રુટ લો. તેમાં પપૈયું, એપલ, પેર, સ્ટ્રોબેરી, ટેટી વગેરે ફ્રુટ વાપરી શકાય છે. દિવસમાં 2 થી 3 વખત મળી વગરનું દૂધ વાપરી શકાય છે. બને ત્યાં સુધી ખોરાકમાં સેકરીન કે શુગર સબસ્ટીટ્યુટનો ઉપયોગ કરવો નહી. જરૂર પડે તો દિવસ દરમિયાન 1 ચમચી ખાંડ અને 1 થી 2 નંગ ખજૂર અને અંજીર વાપરી શકાય.
મલાઈ વગરના દૂધમાંથી બનેલું દહીં અને પનીર વાપરો.

ડાયાબિટીસને ઉપવાસ દરમિયાન માપતા રહો
ઉપવાસ દરમિયાન ડાયાબિટીસ માપતા રહેવાથી વ્યક્તિ કોન્શિયસ રહે છે અને ડાયાબિટીસ ખુબ વધી જતો નથી કે ઘટી જતો નથી તેથી સારું રહે છે.

ઉપવાસ દરમિયાન કસરત કરતાં રહો
ઉપવાસમાં કસરત તો કરો જ પરંતુ ડાયાબિટીસ હોય અને ચાલવા જતા હો તો જતા પહેલા અડધું એપલ કે ખજૂર અંજીર ખાઈને જાઓ. ઉપરાંત તમારી પાસે 2 ખજૂર અથવા અંજીર રહેવા ડો.

બને તેટલું બેલેન્સ ખોરાક ખાઓ
ઘણીવખત ડાયાબિટીસના કારણે ગળ્યું ખાવાનું બહુ મન થતું હોય છે અને ઉપવાસનું બહાનું મળી જતું હોય છે. આવા સમયે પોતાનો જે પણ ખોરાક હોય, ફરાળી જમવાનું હોય અથવા તો એકવખત ભોજન કરીને ઉપવાસ કરતા હો તો તે ખોરાક ખાઈને તેની સાથે થોડી મીઠી કે ઓછી ખાંડની ખીર કે સંદેશ વાપરો.

ઉપવાસ ક્યારે બંધ કરવા એ સમજો
જો તમારી શુગર ૭૦ની નીચે જતી રહે કે ખૂબ અશક્તિ લાગવા લાગે તો વિચાર કર્યા વગર ઉપવાસ કરવા બંધ કરવા જરૂરી છે. આવી જ રીતે જો ઉપવાસના કારણે બ્લડ શુગર ખૂબ વધી જાય તો પણ ઉપવાસ કરવાના બંધ કરી દેવા જોઈએ.

તમારા શરીરને ઓળખો
જો વધુ પડતી એસીડીટી જેવું લાગે, ખુબ માથું દુઃખવા લાગે, ઉબકા ઉલ્ટી જેવું લાગે તો તરત જ ઉપવાસ કરવાના બંધ કરીને ડોકટરનો કોન્ટેક્ટ કરવો. ડાયાબિટીસના દર્દી માટે આ નવ દિવસમાં 3 થી 4 દિવસ ઉપવાસ કરી અને બીજા દિવસ સાદું ભોજન લેવું વધુ હિતાવહ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો