તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:અમદાવાદના નારોલમાં મહિલા બુટલેગર બેફામ દેશી દારૂનો અડ્ડો ચલાવતી હોવાનો વીડિયો વહેતો થયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિલ્સન ગલીમાં લોકો ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી પીતા દેખાયા
 • જાહેરમાં અડ્ડા ચાલતા હોવા છતાં પોલીસ દરોડા પાડતી ન હોવાનો આક્ષેપ

શહેરમાં પોલીસની રહેમનજર હેઠળ ફરી એક વખત દેશી દારૂનો ધંધો બેરોકટોક શરૂ થઇ ગયો છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિલ્સન ગલીમાં તખુબહેન નામની મહિલા બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. વર્ષોથી દેશી દારૂનો ધંધો કરતા તખુબહેનના અડ્ડા પર તેમનો માણસ બેરોકટોક દેશી દારૂની પોટલીઓ વેચે છે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા વીડિયોમાં દેશી દારૂના અડ્ડા પર 20થી25 જેટલા માણસો પણ બિન્દાસ દેશી દારૂની પોટલી તોડીને દારૂ પીતા દેખાય છે.

આ વીડિયો જોઈને ઘડીભર તો એવું જ લાગે, કે આ દ્રશ્યો ગુજરાતના નહીં પરંતુ જ્યાં દારૂબંદી નથી તેવા કોઇ રાજ્યના હશે. જો કે, તખુબહેનના દેશી દારૂના અડ્ડાના ફોટા-વીડિયો વહેતા થતાં ઉપરી અધિકારીઓએ તાત્કાલિક અડ્ડો બંધ કરાવી દીધો હતો. જ્યારે નારોલ પીઆઈ એસ.એ.ગોહિલ કોરોનાગ્રસ્ત હોવાથી અને વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદા લગ્નને કારણે રજા પર છે. જો કે, આ દારૂનો અડ્ડો તેમની રહેમનજર હેઠળ ચાલતો હોવાની ફરિયાદો ઉપરી અધિકારીઓ સુધી ગઈ હતી. જેથી આ અંગે તે બંનેના ખુલાસા પૂછવામાં આવશે. આ વીડિયો તખુબહેનના જ કોઇ માણસ કે દારૂના ધંધાના કોઈ પ્રતિસ્પર્ધીએ ઉતાર્યો હોવાનું પોલીસનું કહેવું છે. જોકે પોલીસના આ બધા ખુલાસા તદ્દન પાયાવિહોણા છે. વાસ્તવિકતા એ છે કે પોલીસની રહેમનજર હેઠળ ફરી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના પૈસા વડી કચેરીઓ સુધી પહોંચતા હોવાથી પોલીસ આવા કોઇપણ જાહેર સ્ટેન્ડ પર દરોડો પાડતી જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો