તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:નારોલમાં 90 દુકાનદારોએ AMCએ મારેલા સીલ તોડી ધંધો શરૂ કરી દીધો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાંદલોડિયાની શ્રીજી, શક્તિ વિદ્યાલય સામે પણ કાર્યવાહી. - Divya Bhaskar
ચાંદલોડિયાની શ્રીજી, શક્તિ વિદ્યાલય સામે પણ કાર્યવાહી.
  • બીયુ પરમિશન ન હોવાથી મ્યુનિ.એ નારોલ બિઝનેસ પોઈન્ટની દુકાનો સીલ કરી હતી
  • મ્યુનિ.એ 22 કબજેદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી : બુધવારે વધુ 25 મકાનના 301 યુનિટ સીલ કરાયા

બિલ્ડિંગ યુઝ પરમિશન(બી.યુ.)સિવાય ધમધમતી અનેક બિલ્ડિંગો સામે મ્યુનિ. કાર્યવાહી હાથ ધરી છે. નારોલના બિઝનેસ પોઈન્ટ બિલ્ડિંગના 90 દુકાનના માલિકોએ મ્યુનિ.ના સીલ તોડી નાખી ધંધો શરૂ કરી દેતાં મ્યુનિ. 22 કબજેદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ ખાતાએ 31 મેના રોજ નારોલ સર્કલ પર આવેલા બિઝનેસ પોઇન્ટ બિલ્ડિંગની 90 દુકાનો અને ઓફિસ કરી હતી. ગણતરીના કલાકોમાં જ વેપારીઓએ સીલ તોડી નાખ્યું હતું. આ મુદ્દે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે 22 વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીજી બાજુએ બુધવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.એ 25 એકમોના 301 યુનિટ સીલ કર્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોમાં 77, મધ્ય ઝોનમાં 72, પૂર્વ ઝોનમાં 63, દક્ષિણ ઝોનમાં 56, દ. પશ્ચિમ ઝોનમાં 18, ઉત્તર ઝોનમાં 8 અને પશ્ચિમ ઝોનમાં 7 યુનિટનો સમાવેશ થાય છે.

છેલ્લા ત્રણ દિવસમાં મ્યુનિ.એ 893 દુકાનો, ઓફિસ અને ક્લાસીસ, 378 હોટેલ રૂમ, 10 સ્કૂલ, રેસ્ટોરાં અને ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી કરી છે. ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ 1507 યુનિટને સીલ કરાયા છે. પાલડીમાં શેફાલી કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરી દેવાતા એક ડોક્ટરે દર્દીઓ હેરાન ન થાય તે માટે બહાર જ ઓપીડી શરૂ કરી દીધી હતી.

ચાંદલોડિયાની શ્રીજી, શક્તિ વિદ્યાલય સામે પણ કાર્યવાહી

નામયુનિટ
શ્રીજી વિદ્યાલય,ચાંદલોડિયા19
શક્તિ વિદ્યાલય,ચાંદલોડિયા28
લીટ પ્રિ-સ્કૂલ,ગોતા5
બોગી સેફ મીલ ઓન વ્હીલ, થલતેજ25
હોટેલ રાજવી,એસ.જી. હાઇવે6
હોટેલ મયૂરપેલેસ,સરખેજ12
ચેહર સધી ફૂડ પ્લાઝા,ચાંદખેડા1
કંપાસ કીચન,ચાંદખેડા1
વાલ્ડ ફાયર પાર્લર-કાફે,ચાંદખેડા1
સ્ટલાઇન(ટ્રુ વેલ્યુ),ચાંદખેડા1
ધ એગ બાર,ચાંદખેડા1
વિલેજ ઇન,ચાંદખેડા1
દેશી ઠાઠ,ચાંદખેડા1
હોટેલ સત્કાર ગેસ્ટ હાઉસ,ખાડિયા33
રિલેક્ષ હોટેલ,લાલ દરવાજા4
હોટેલ આશિષ,મિરઝાપુર4
હિરાબા બીએડ કોલેજ,શાહીબાગ18
મારુતિનંદન ફ્લેટ,નરોડા8
લક્ષ્મી એસ્ટેટ,શેડ નં.1,2,3-4
ઠક્કર સ્કૂલ-રાવલ પ્રા.સ્કૂલ,નિકોલ25
અન્ય સમાચારો પણ છે...