તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડા વિસ્તારમાં એક યુવકે તેની પત્ની, સાળા અને સાસરિયાંથી ત્રાસી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે પતિની ફરિયાદ નોંધી છે.
નરોડામાં રહેતો અને મોબાઇલ શોપમાં નોકરી કરતો 30 વર્ષીય ગૌરવ પંડ્યા (નામ બદલ્યું છે) પત્ની, દીકરી સાથે બે માસથી સાસરીમાં રહેતો હતો. ગૌરવે પત્નીને પોતાના ઘેર જવાનું કહેતા તેણે ના પાડી ઝઘડો કરતાં ગૌરવે આ અંગે સાળાને વાત કરી તો તેણે પણ ઝઘડો કરી ગાળાગાળી કરી, મારઝૂડ કરી હતી. આથી ગૌરવ પોતાના ઘરે ચાલ્યો ગયો હતો.
દિવસો વિત્યા, પણ પત્ની પિયરથી પરત ન આવતા ગૌરવે ફોન કરીને પત્નીને ઘેર આવવા જણાવ્યું ત્યારે પત્ની, સાળા અને સાસુએ અપશબ્દો બોલી તેને અપમાનિત કરતા લાગી આવતાં ગૌરવે ઘરમાં પડેલું ફિનાઇલ પી લીધું હતું. આ અંગેની જાણ ગૌરવની બહેનને થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ નરોડા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ ગયો હતો. જ્યાં ગૌરવે તેની પત્ની, સાળા અને સાસુ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પત્ની પિયરમાં જ રહેવાનું કહેતી હતી
ગૌરવે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેની પત્ની લગ્ન બાદ મોટા ભાગે પિયરમાં જ રહેવાનો આગ્રહ રાખતી હતી. જ્યારે ગૌરવ તેને પોતાના ઘરે જવાનું કહેતો ત્યારે પત્ની મેણાં મારતી કે, અત્યાર સુધી મને મારા ભાઈએ જ ખવડાવ્યું છે, જેથી હું અને દીકરી તારી સાથે નહીં આવીએ. પત્નીનાં આવાં મેણાંટોણાં અને સાસરિયાના ત્રાસથી પત્ની પાછી નહિ આવે તેમ વિચારી ગૌરવે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.