તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:નરોડામાં ધર્મના ભાઈએ 2.5 લાખ પાછા ન આપતાં મહિલાએ ફિનાઈલ પીધું, મકાનના હપતા ભરવા પૈસા આપ્યા હતા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાઈએ પૈસા પાછા આપવાને બદલે ધમકી આપી, આખરે બે સામે આત્મહત્યાના પ્રયાસ માટે દુષ્પ્રેરવા બદલ ગુનો નોંધાયો

નરોડાની એક મહિલાએ તેના પાડોશી યુવકોને મકાનનો હપ્તો ભરવા માટે ઉછીના આપેલા 2.5 લાખ પરત માગતા બંને યુવકોએ પૈસા પરત નહીં આપી તારે મરવું હોય તો મરી જા કહી અવારનવાર ફોન પર ધમકી આપતાં કંટાળેલી મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં નરોડા પોલીસે મહિલાની ફરિયાદને આધારે બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. નરોડાના નાના ચિલોડામાં નીલકંઠ ક્રિસ્ટલ સોસાયટીમાં રહેતા જિયાબેન સંજુભાઈ કેશવાણીને તેમની સોસાયટીમાં રહેતા તેમના સમાજના હિતેશ જેઠવાણી અને તેના માસીના દીકરા વિકી ચટવાણી સાથે ઓળખાણ હતી.

એક જ સમાજના હોઈ, બંને જિયાબેનને પોતાની બહેન માનતા હોઈ તેમના ઘરે આવવા જવાના સંબંધ હતા. દરમિયાન બે માસ પહેલાં હિતેશ અને વિકી બંનેએ જિયાબેનના ઘેર આવી, અમારે મકાનનો હપ્તો ભરવાનો છે, અમને અઢી લાખ રૂપિયાની જરૂર છે. કહેતાં જિયાબેન હિતેશને ભાઈ માનતા હોવાથી તેમણે રૂ.2.50 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે દિવસો વિતવા છતાં પૈસા પરત ન મળતાં જિયાબેને પૈસાની માગણી કરતાં હિતેશ અને વીકીએ ગાળાગાળી કરી ધમકી આપી હતી.

​​​​​​​સોમવારે જિયાબેન ઘરે હતા ત્યારે હિતેશ અને વીકીએ ફોન કરી કહ્યું કે, હું તને પૈસા નહીં આપું તારાથી જે થાય તે કરી લે જે, તારે મરવું હોય તો મરી જા. તેમ કહીને ધાકધમકી આપી હતી. આ ધમકીથી ડરી ગયેલા જિયાબેને ઘરમાં પડેલું ફિનાઈલ પી લેતાં જીયાબેનના પરિવારે તેમને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. આ અંગે નરોડા પોલીસે હિતેશ જેઠવાણી અને વિકી ચટવાણી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

મુશ્કેલીમાં ભાઈને મદદ માટે નાણાં આપ્યાં હતાં
જીયાબેન પાસે જે સમયે આરોપી હિતેશે પૈસા માગ્યા ત્યારે તેમણે ધર્મનો ભાઈ છે અને તેને મદદની જરૂર હોઈ હું મદદ ન કરું તો કેવું લાગે? તેમ વિચારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને ભાઈ હિતેશને આપ્યા હતા. જો કે બહેનની મદદને અવગણી હિતેશે પૈસા પાછા ન આપી, દગો કરી મરવું હોય તો મરી જા તેમ કહેતાં જીયાબેને ફિનાઈલ પી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...