તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટેરી દુલ્હન:અમદાવાદના નરોડામાં અનેક સાથે લગ્ન કરનારી મહિલાએ 31 વર્ષના યુવક સાથે કોર્ટ મેરેજ કરીને દાગીના પૈસા લઈને ફરાર થઈ ગઈ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર)
  • ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન અને ગેંગ સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં યુવકોને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવાના કિસ્સાઓ હજુ પણ નોંધાઈ રહ્યાં છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી ફરિયાદ મુજબ 31 વર્ષના યુવક સાથે લગ્ન કરીને મહિલાએ પિયર ગયા બાદ પરત ન ફરીને છેતરપિંડી કરી હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવીને અનેક લગ્ન કરનારી મહિલા અને તેનો પરિચય કરીને રૂપિયા ઉસેટનારા સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદ દાગીના પણ અપાવ્યાં હતાં
નરોડા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવક સુરેશ બારોટ નામની વ્યકિતએ કાજલ પટેલ અને તેના ભાઈ મહેશ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. બંનેને પાત્ર પસંદ આવતા લગ્ન નક્કી કર્યા હતા પરંતુ પિયર પક્ષને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. છેવટે 75000માં નક્કી થયું હતું અને 5000 એડવાન્સ આપ્યા હતા. પૈસા લીધા બાદ સગાઈ કરી હતી. જેમાં કપડાં, મોબાઈલ અને રોકડા પૈસા આપ્યા હતા. બાકીના પૈસા લગ્નમાં આપવાની વાત કરી હતી. સગાઈના 10 દિવસમાં કોર્ટ મેરેજ કરી અને સાસરીમાં રહેવા ગઈ હતી. ત્યારે સોનાં દાગીના આપ્યા હતાં.

લગ્ન બાદ સતત પિયર જતી હતી
લગ્ન બાદ અવારનવાર ત્રણ દિવસે કોઈ બહાને કાજલ પિયર જતી હતી. બાદમાં યુવકની માતાએ પિયર જવાની એકવાર ના પાડતા બોલચાલી કરી હતી. યુવકે કાજલનો પીછો કરતા અન્ય જગ્યાએ મહિલા અને બીજા બે વ્યક્તિ સાથે રહેતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ લોકો યુવક સાથે લગ્ન કરાવી બાદમાં નાસી જતા હોવાની ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનું જાણવા મળતા યુવકે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.