ક્રાઇમ:નરોડામાં પાડોશી યુવકે ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યુ, ઘરમાં સૂઈ રહેલી સગીરાને ‘કામ છે’ કહી બોલાવી હતી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સગીરાની માતાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નરોડામાં રહેતી સગીરાને વાત કરવા માટે બોલાવી, ધાકધમકી આપીને પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાની જાણ થતા સગીરાની માતાએ પાડોશી યુવક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નરોડામાં રહેતી એક મહિલાને તેના પતિ સાથે અણબનાવ હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેના માતા-પિતાને ત્યાં રહે છે. તેના પાંચ સંતાનો પૈકી બે દીકરીના લગ્ન થઈ ગયા છે, જ્યારે સગીર દીકરી અને બે બાળકો સાથે તે માતા-પિતાને ત્યાં રહે છે. સોમવારે રાતે સગીરાના નાનાની આંખ ખૂલતાં તેમણે જોયું તો સગીરા તેની પથારીમાં ન હતી. આ અંગે સગીરાની માતાને જગાડી શોધખોળ ચલાવતાં, પાડોશી યુવકના છાપરાંમાંથી સગીરા મળી આવી હતી અને પાડોશી યુવક કઢંગી હાલતમાં હતો.

આ અંગે માતાએ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરા રાતે સૂઈ રહી હતી ત્યારે આરોપી ગોવિંદ પરમારે તેને કહ્યું હતું કે, ‘છાપરામાં આવ તારું કામ છે.’ સગીરા ત્યાં જતાં આરોપીએ તેની સાથે વાતચીત કરી તેના કપડાં કાઢતાં, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીએ તેનું મોઢું દબાવી ‘જો બૂમો પાડીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...