અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ:નરોડામાં આખલાએ વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર ઈજા, હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધા - Divya Bhaskar
ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધા
  • મેડિકલ સ્ટોરમાં જતી વખતની ઘટના

નરોડામાં બે આખલા લડી રહ્યાં હતાં તે સમયે દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર જઈ રહેલા વૃદ્ધ મહિલાને એક આખલાએ અડફેટે લઈને 6 ફૂટ હવામાં ઉછાડ્યા હતા. જેથી વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નરોડા ગામમાં રહેતા 75 વર્ષીય ડાહીબહેન ઠાકોર બપોરના સમયે દવા લેવા માટે નરોડા ગામ પાસે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તા પર બે આખલાઓ લડી રહ્યા હતા. જેથી ડાહીબહેન રસ્તો ક્રોસ કરીને બીજા રસ્તે ગયા હતા. તેમ છતાં એક આખલો ડાહીબહેનની પાછળ દોડ્યો હતો અને શિંગડા વચ્ચે ભરાવીને 6 ફૂટ હવામાં ઉછાળ્યાં હતાં.

તે દરમિયાન આસપાસના લોકોએ આખલાને ત્યાંથી ભગાડ્યો અને લોકોએ તેમને સારવાર માટે નિકોલની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જો ડાહીબહેનની હાલત જોઈને હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરીને ઓપરેશન હાથ ધર્યું હતું. ડોક્ટરે તેમની હાલત ગંભીર જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...