તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Naranpura, 2 Were Caught Selling Remedivir For Rs 18,000, Rs 7,000 Was Taken For Taking Rs 7,000 Commission, 12 Injections Were Seized.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:નારણપુરામાં 18 હજારમાં રેમડેસિવિર વેચતા 2 ઝડપાયા, 11 હજારમાં મેળવી 7 હજાર કમિશન લેતા, 12 ઇન્જેક્શન જપ્ત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આરોપીઓ પાસેથી 12 રેમડેસિવિર ઈન્જેક્શન કબજે કરાયા

ક્રાઈમ બ્રાંચે રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર કરનારા બે વ્યક્તિઓને ઝડપી તેમની પાસેથી 12 વાયલ્સ કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાંચના પી.આઈ ડી.બી. બારડની ટીમ કાર્યરત હતી તે દરમિયાન હેડ કોન્સટેબલ અખિલેશકુમારને બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ રેમડેસિવિરના કાળાબજાર કરી રહ્યા છે. જેમાં પોલીસે નારણપુરા એઈસી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી જીગર ઉર્ફે સની રાજુભાઈ પારેખ અને અશોક ઈશ્વરલાલ દરજી (બંને રહે.ઘાટલોડિયા)ને ઝડપી તેમની પાસેથી 12 રેમેડેસિવિર ઈન્જેકશન કબજે કર્યા હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપી જીગર અને અશોક રેમડેસિવિર ઈન્જેકશનો રૂ.11 હજારમાં મેળવતા હતા અને કોરોનાના દર્દીઓને રૂ. 18 હજારમાં વેચાણ કરતા હતા.

કાળાબજારના કેસમાં 3 ડોક્ટર, નર્સના જામીન નામંજૂર
રેમડેસિવિરના કાળાબજાર કરવાનાં કેસમાં સુરત અને જામનગરના 3 ડોક્ટર અને અમદાવાદની 1 નર્સ સહિત 5 લોકોની જામીન અરજી ચીફ જયુડિશયલ મેજિસ્ટ્રેટ વિ.એ.ધાધલે ફગાવી દીધી હતી. આ કેસમાં સોલા પોલીસે સુરતના ડો.મિલન સુતરિયા, ડો.કીર્તિકુમાર દવે જામનગરના ડો.ધર્મેશ બલદાણિયા અને અમદાવાદની નર્સ રૂહી પઠાણ તથા જય શાહની ધરપકડ કરી હતી. જેલમાં રહેલા આરોપીઓએ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરી હતી. સરકારી વકીલ નરેન્દ્ર શર્માએ રજૂઆત કરી હતી કે, આરોપીઓએ આર્થિક લાભ લેવા કાળા બજાર કરતા હતા. આથી તેમના જામીન નામંજૂર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...