ભાસ્કર એક્સક્લૂસિવરાઠવા પછી ભગા બારડ ભાજપમાં:મોહનસિંહમાં ગુજકોમસોલના ચેરમેને ખેલ પાડ્યો તો બારડમાં વાઇસ-ચેરમેને ખેલ પાડ્યો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપનાં એક બાદ એક કોંગ્રેસનાં દિગ્ગજ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ગઈકાલે જ મોહનસિંહ રાઠવા ભાજપમાં સામેલ થયા હતા. જેનું ઓપરેશન ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ પાર પાડ્યું હતું. જ્યારે આજે ભગા બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઓપરેશન ગુજકોમાસોલ વાઇસ ચેરમેન ગોવિંદ પરમારે પાર પાડ્યું હોવાની વાત સામે આવી છે.

બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું
ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારનો બારડ સામે સતત પરાજય થયો છે. જોકે પાટીલ સાથે નિકટતા ધરાવનાર ગોવિંદ પરમારે હવે ભગાભાઈ બારડને જ ભાજપમાં સામેલ કરવા પ્રયાસો કરી રહ્યા છે અને આ પ્રયાસોમાં સફળતા મળી ચુકી છે. જેને લઈને બારડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે અને તેમણે ભગવો ધારણ કરી લીધો છે.

પ્રથમ યાદીમાં નામ ન આવતાં નારાજ
ભગભાઇની નારાજગીની વાત કરીએ તો મુળુભાઈ કંડોરીયા ભગાભાઈના વેવાઈ થાય છે. જેના માટે તેમણે દ્વારકાની બેઠકની ટિકિટ માંગી હતી. ભગાભાઈનો આગ્રહ હતો કે, પ્રથમ યાદીમાં તેનું નામ જાહેર થાય. જોકે, પ્રથમ યાદીમાં તેમનું નામ ન આવ્યું ત્યારથી તેઓ નારાજ હતા. જેને લઈને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેમણે ભગવો ધારણ કરી લીધો છે. ત્યારે રાઠવામાં ગુજકોમાસોલ ચેરમેન જ્યારે ભગા બારડમાં ગુજકોમાસોલનાં વાઇસ ચેરમેન દ્વારા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...