તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Model State Gujarat, 46651 Poor Families Increased In A Year And A Half, Agriculture, Cows, Air Travelers Decreased, Vehicles, Geo Customers Increased.

ગુજરાત વિધાનસભાનું સત્ર:મોડલ સ્ટેટ ગુજરાતમાં દોઢ વર્ષમાં જ 46651 ગરીબ પરિવારો વધ્યા, ખેતી, ગાયો, વિમાન પ્રવાસી ઘટ્યાં, વાહનો, જીઓના ગ્રાહકો વધ્યાં

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયની ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોવાનો વિપક્ષનો આક્ષેપ

રાજય સરકાર દ્વારા વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપાયેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં દોઢ વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. ગુજરાતમાં ડીસેમ્બર,2020ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 31.41 લાખ પરિવાર ગરીબ હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે 31,41,231 પરિવાર ગરીબ હોવાથી એક પરિવારમાં 6 સભ્ય સંખ્યા ગણીએ તો 1.88 કરોડ નાગરિક ગરીબીમાં જીવે છે, જેનો અર્થ એવો થયો કે, મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબીમાં સબડે છે. ગુજરાતના અમરેલીમાં સૌથી વધુ 2411 પરિવાર અને રાજકોટમાં 1509 પરિવારનો વધારો થયો છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી
ગુજરાત વિધાનસભામાં 2020-21ના વર્ષ માટેની સામાજિક અને આર્થિક સમિક્ષાનો અહેવાલ રજૂ કરાયો હતો. રાજ્યના આયોજન વિભાગે જાહેર કરેલાં આંકડા મુજબ રાજ્યમાં 2019-20ની સરખામણીએ ચાલું નાણાંકીય વર્ષમાં અનાજ, કપાસ અને તેલિબીયાં સહિતના કૃષિ ઉત્પાદનો, ગાયોની સંખ્યા, મોબાઇલ ધારકો અને કોરોનાને કારણે વિમાનના પ્રવાસીઓ ઘટ્યાં હોવાનું નોંધાયું છે. તેની સામે રાજ્યમાં કુલ વાહનો, દૂધનું ઉત્પાદન અને મોબાઇલ સર્વિસ કંપની રીલાયન્સ જીઓના ગ્રાહકો વધ્યાં હોવાનું જણાયું છે.

આ સાથે રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઇજનેરી કોલેજોની સંખ્યા અને બેઠકો ઘટી તેની સામે ફાર્મસી, એમબીએ અને એમસીએની બેઠકો વધી હતી. સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘટાડો થયો અને આ સાથે ગરીબ દર્દીઓની મફત સારવાર માટેની યોજના હેઠળની મંજૂર અરજીઓ અને સહાયની રકમમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...