તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહીદોને શ્રદ્ધાંજલિ:ગુજરાતના શહીદ સૈનિકોની સ્મૃતિમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શહીદ પાર્ક બનશે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ પણ બનશે

અમદાવાદએક મહિનો પહેલા
સાબરમતી રિવરફ્રન્ટની તસવીર
  • રિવરફ્રન્ટ ફેઝ-2માં આર્મીની જમીન પર જ આ પાર્ક ઉભો કરવામાં આવશે
  • આગામી દિવસોમાં ડિઝાઇન અને સ્વરૂપ અંગે નિર્ણય લઈ કામગીરી કરવામાં આવશે

દેશની રક્ષા કાજે શહીદ થયેલા ગુજરાતના સૈનિકોની યાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ડફનાળા નજીક આર્મીની જગ્યામાં વિશાળ શહીદ પાર્ક બનાવવામાં આવશે. શહીદપાર્કની સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત શહીદ પાર્ક બનાવવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રક્ષા મંત્રાલય વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જમીન રીક્લેમ કરી અને આગામી દિવસોમાં ઝડપથી શહીદ પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફેઝ-2ની કામગીરી ચાલુ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટના ડાયરેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.કે મહેતાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. જેમાં ડફનાળા પાસે હનુમાન કેમ્પથી સદર બજાર તેમજ એરપોર્ટ સુધીની નદીના પટની જમીન આર્મી હસ્તગત જમીન આવેલી છે.

શહીદ પાર્કની ડિઝાઇન અંગે ટૂંક સમય નિર્ણય લેવાશે
આર.કે મહેતાએ વધુમાં કહ્યું કે, રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ આર્મીએ જમીન આપવાના બદલામાં કેમ્પ હનુમાન સામે આર્મીની જગ્યામાં ગુજરાતના શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં શહીદ પાર્ક, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાની માંગ કરી હતી. જેને અમે સ્વીકારી છે. જમીન રિક્લેમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારબાદ શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરાશે.