દિવાળીની ઉજવણી:અમદાવાદમાં મેમનગર ગુરુકુલમાં ચોપડા પૂજન બાદ 251 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, 300 જેટલા હરિભક્તો પૂજનમાં જોડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરુકુલ મેમનગરમાં ચાપડા પૂજન કરાયું - Divya Bhaskar
ગુરુકુલ મેમનગરમાં ચાપડા પૂજન કરાયું
  • ગુરુકુલના પ્રાંગણને વિવિધ રંગોળીઓથી સજાવવામાં આવ્યું

દિવાળીના પર્વે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે. ત્યારે અમદાવાદના મેમનગર ખાતેના ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરમાં માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે પુરાણી સ્વામી અને ભક્તિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં દિવાળીના દિવસે વહેલી સવારે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. આશરે 300 જેટલા હરિભક્તો પૂજનમાં જોડાયા હતાં. શાસ્ત્રી કૌશિકભાઈએ શાસ્ત્રીય વિધિ પ્રમાણે સમગ્ર પૂજન કરાવ્યુ હતું.

300થી વધુ હરિભક્તો પૂજનમાં જોડાયાં
300થી વધુ હરિભક્તો પૂજનમાં જોડાયાં

ઠાકોરજીને 251 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો
પૂજન બાદ ઠાકોરજીને 251 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ આરતી ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મુક્યા હતા. આજના દીવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો મહિમા સમજાવ્યો હતો.અન્નકૂટની તમામ વ્યવસ્થા ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી અને સ્વયંસેવકોએ સાંભળી હતી. દીપાવલી ઉત્સવ અને નુતન વર્ષના વધામણાંના મંગળ દિવસોમાં ગુરુકુલના પ્રાંગણને વિવિધ રંગોળીઓથી સજાવવામાં આવ્યું હતું.

ઠાકોરજીને 251 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
ઠાકોરજીને 251 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો