તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:મેઘાણીનગરમાં બે લાખ માટે યુવકને બહેનના ફોટો ફરતા કરવાની ધમકી આપી, રિક્ષા લેવાનું કહી વ્યક્તિએ 2 લાખ માગ્યા હતા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

મેઘાણીનગરમાં એક વ્યક્તિએ અન્ય યુવકને જો તું મને રિક્ષા લેવા માટે 2 લાખ નહીં આપે તો ‘હું તારી બહેનના ફોટા ફરતા કરી દઈશ’ કહી મારઝૂડ કરી ધમકી આપતો હતો. જેથી તંગ આવેલા યુવકે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં રહેતા અજયસિંગ રાજોરે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવી વેપાર ધંધો કરે છે. અજયસિંગની બહેનના બ્યૂટી પાર્લરમાં સંતોષ ઉર્ફે ડિપ્ટી દોહરે અવાર નવાર આવતો હોવાથી સંપર્કમાં આવ્યા હતા. બાદમાં એક દિવસ અજયસિંગ ડિફેંસ કોલોનીની બહાર ઊભા હતા, ત્યારે ડિપ્ટી ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારે રિક્ષા લેવાની છે, તું તારા પિતાજી જોડે વાત કરીને મને બે લાખ રૂપિયા આપજે. જોકે અજયસિંગે તને પૈસા શું કામ આપું તેમ જણાવતા ઉશ્કેરાયેલા સંતોષ ઉર્ફે ડિપ્ટીએ જો તું મને પૈસા નહીં આપે તો તારી બહેનના ફોટો વહેતા કરી નાખીશ તેમ કહી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ અજયસિંગ ઘરે ચાલ્યો ગયો હતો. બાદમાં રવિવારે સાંજના સમયે સંતોષ ફરી ત્યાં આવ્યો હતો અને પૈસાનું શું કર્યું તેમ કહીને મારઝૂડ કરીને ધાકધમકી આપતો હતો. જેથી તંગ આવેલા અજયસિંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંતોષ દોહરેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...