તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ:માતાજીના મંદિરમાં માસ્ક વગર દર્શન નહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા રેલિંગ મુકાઈ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
શનિવારથી નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલની કોરોના વાઈરસની પરિસ્થિતિને જોતાં તમામ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. બહેરામપુરામાં મેલડી માતાના મંદિરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.
  • માધુપુરાના અંબાજી, ભુલાભાઈ પાર્કના બહુચરાજી, મહેમદાવાદના અર્બુદા ધામ સહિતનાં મંદિરોમાં સવારે 6થી રાત્રે 9.30 સુધી દર્શન

કોરોના મહામારીને કારણે ગરબા ભલે નહીં થઈ શકે પરંતુ નવરાત્રિમાં માતાજીનાં દર્શન માટે શહેરભરનાં મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરદેવી ભદ્રકાળી માતાને પ્રથમ દિવસે 6 સાડીનો શણગાર અને ફ્રૂટનો ભોગ ધરાવાશે. ભદ્રકાળીના મંદિરમાં નવે નવ દિવસ વિશેષ પૂજા-અર્ચન કરવામાં આવશે. ભદ્ર સહિતના મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે રેલિંગ બાંધવામાં આવી છે. માસ્ક વગર કોઈ ભક્તને પ્રવેશ મળશે નહીં.

માધુપુરામાં આવેલું અંબાજી માતાનું મંદિર નવરાત્રિના નવે દિવસ સવારે 6.30થી રાત્રે 9.30થી ખુલ્લું રહેશે. એ જ ભુલાભાઈ પાર્ક પાસેના બહુચરાજી માના મંદિરમાં રાત્રે 8 વાગ્યે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહેમદાવાદ ખાતેના અર્બુદા ધામ મંદિરમાં સવારે 6થી માંડી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ નવે દિવસ માતાજીને વિશેષ શણગાર કરશે. દરમિયાન ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શ્રેયસ અવસ્થીના જણાવ્યા અનુસાર ભીડ કે ધક્કામુક્કી વગર ભક્તો દર્શન કરી શકે તે માટે રેલિંગ ગોઠવવામાં આવી છે. સોલામાં આવેલા બહુચર માતાના મંદિરમાં પણ રાત્રે વિશેષ આરતી કરવામાં આવશે. ભદ્રકાળી મંદિરમાં આઠમે રાત્રિ યજ્ઞ પણ દર વર્ષની જેમ યોજવામાં આવશે.

શહેરભરનાં મંદિરોમાં રાત્રે વિશેષ આરતી અને શણગાર

  • ભદ્રકાળી મંદિર (લાલ દરવાજા): સવારે 9.30 આરતી, 6 સાડીનો શણગાર, ફ્રૂટનો ભોગ
  • અંબાજી મંદિર (માધુપુરા): રાત્રે 9 વાગે આરતી, વિશેષ ભોગ
  • બહુચરાજી મંદિર (ભુલાભાઈ પાર્ક): રાત્રે 8 વાગે, ફ્રૂટનો ભોગ
  • અર્બુદા ધામ: સવારે 9 વાગે આરતી, ત્રિનેત્ર શણગાર
  • બહુચરાજી મંદિર (સોલા): સવારે 8 વાગે આરતી, વિશેષ શણગાર

ઉમિયાધામમાં પણ વિશેષ પૂજા, પેકેટમાં પ્રસાદ મળશે
જાસપુર ખાતે બની રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાના મંદિરે નવરાત્રિના 9 દિવસ વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાંથી રોજ સાંજે 7 વાગ્યે પૂજા થશે અને સાંજે 7.30 વાગ્યે આરતી થશે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પૂજા અને આરતી કરાશે. વિશ્વ ઉમિયાધામ પરિસર ખાતે 70 પરિવારો જ પૂજા-આરતીમાં ભાગ લઇ શકશે. આરતી બાદ પેકેટમાં પ્રસાદ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો