તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેક પરિબળોની અસર:ભાજપના ગઢ ગણાતા અનેક વોર્ડમાં જ 2015 કરતાં 7થી 10 ટકા ઓછું મતદાન

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • નવાવાડજ, ઘાટલોડિયા, વસ્ત્રાલમાં લગભગ 10 ટકા, જ્યારે ચાંદલોડિયા, નારણપુરા, નવરંગપુરામાં 7થી 8 ટકા ઓછું મતદાન થયું

ભાજપના ગઢ ગણાતા ઘાટલોડિયા, નવાવાડજ, વસ્ત્રાલ સહિત અનેક વિસ્તારોમાં 2015માં થયેલા મતદાન કરતાં 2021માં 10 ટકા સુધી ઓછું મતદાન થયું છે. ખાડિયા, દરિયાપુર, બાપુનગર, મક્તમપુરા જેવા વિસ્તારમાં મતદાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. શહેરમાં મતદાનની ટકાવારી ધ્યાને લેતા અનેક વિસ્તારમાં લોકોએ મતદાન નહીં કરીને તેમની નારાજગી અથવા તો ઉદાસીનતા દર્શાવી છે. જેમાં વિશેષ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં નિરસ મતદાન જોવા મળ્યું હતું.

એલિસબ્રિજમાં 5 હજાર પેજ પ્રમુખ, પાલડીમાં 33 હજાર મત પડ્યા
ભાજપે એલિસબ્રિજમાં 5 હજાર પેજ પ્રમુખ બનાવ્યા હતા પરંતુ પાલડીમાં માંડ 33 મત પડ્યા હતા. એક પેજ પ્રમુખને મતદારના એક પેજના 22 મતદારના સંકલનની જવાબદારી હતી પણ નેતાની ઉદાસીનતાથી મતદાન ન કરાવી શક્યા.

આ વિસ્તારોમાં 2015ની સરખામણીએ મતદાન ઘટ્યું

વિસ્તારકેટલા ટકા મતદાન ઘટ્યું
નવાવાડજ10
વસ્ત્રાલ10.08
ઘાટલોડિયા9.48
નરોડા8.88
નારણપુરા9
ચાંદલોડિયા8.16
ચાંદખેડા8.06
દાણીલીમડા8.04
નવરંગપુરા7.99
ગોતા7.34

​​​​​​​​​​​​​​આ વિસ્તારોમાં 2015ની સરખામણીએ મતદાન વધ્યું

બાપુનગર3.23
દરિયાપુર1.9
મક્તમપુરા1.07
ખાડિયા0.41
વિરાટનગર0
કુબેરનગર0.22
ઇન્ડિયા કોલોની0.04

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો