હુમલો:મણિનગરમાં કારના હપતા ભરવા વ્યાજે લીધેલા પૈસા ન ભરી શકતા વ્યાજખોરે યુવકને માર્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકે મિત્ર સાથે મળી ભાગીદારીમાં કાર ખરીદી હતી
  • ખોખરામાં ફરિયાદ, પરિવારના સભ્યોના અપહરણની ધમકી આપી

મણિનગરમાં રહેતા યુવકે મિત્ર સાથે મળીને કાર ખરીદી હતી જોકે હપ્તા ન ભરાતા વ્યાજે પૈસા લીધા હતા. આ પૈસાની ઉઘરાણી કરી વ્યાજખોરોએ તેને ઢોર માર મારી પરિવારના સભ્યોનંુ અપહરણ કરવાની ધમકી આપતા ડરી ગયેલા યુવકે આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

મણિનગર વિસ્તારમાં કાંકરિયા રોડ પાસે રહેતા આશિષ દોશી તેમના મિત્ર કેતન જોષી સાથે મળીને ભાગીદારીમાં એક કાર ખરીદી હતી. જોકે થોડા મહિના પછી કારના હપતા ભર્યા ન હોવાથી કેતનભાઈએ આશિષભાઈનો સંપર્ક ગૌરવ ચૌહાણ સાથે કરાવ્યો હતો.

બાદમાં આશીષભાઈએ ગૌરવ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જોકે આશિષભાઈ વ્યાજ ભરતા હતા દરમિયાન ગૌરવ તથા તેના મળતીયાઓ આશીષભાઈને ઓફીસમાં બોલાવીને તારા બાકીના 40 હજાર રૂપિયા ક્યારે આપીશ તેમ કહીને લાકડાના દંડા તથા બેઝબોલની પાઈપો વડે માર માર્યો હતો. એટલું જ નહીં ‘તું પૈસા આપી દે જે નહીં તારા ઘરે માણસો મોકલી તને તથા તારા પરિવારના સભ્યોને ઉપાડી જઈશ’ તેવી ધમકી આપી હતી. આ અંગે આશિષભાઈએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ગૌરવ ચૌહાણ તેના ભાઈ સૌરવ અને સાગરીતોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...