તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધળો પ્રેમ:અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! કામવાળી સાથે પ્રેમમાં પડેલા પતિએ પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કામવાળી યુવતીના પ્રેમમાં પાગલ પતિએ પત્ની સામે જ તેની સાથે સૂવાની વાત કરી.
  • પત્નીએ કામવાળી સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટે સમજાવતા પતિએ તેને જ કાઢી મૂકી.

શહેરના કૃષ્ણનગરમાં રહેતી એક પરિણીતાનો પતિ ઘરકામ માટે ઘરે આવતી મહિલાના પ્રેમમાં જ પડી ગયો અને બાદમાં પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો. જ્યારે પત્નીએ પતિને મહિલા સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટે કહ્યું તો તેને પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ થયો છે. આ પરિણીતાએ કંટાળીને હવે પતિ તથા તેની પ્રેમિકા વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કામવાળીના પ્રેમમાં પડ્યો પતિ
ઘટનાની વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગરની અને હાલ કૃષ્ણનગરમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. બાદમાં મહિલાએ ઘર કામ માટે એક યુવતીને ઘરમાં રાખી હતી. યુવતી અને પતિ વચ્ચે પ્રેમના અંકુર ફૂટતા બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. મહિલાએ તેનો વિરોધ કર્યો તો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો.

નિકોલ પોલીસ સ્ટેશનની તસવીર
નિકોલ પોલીસ સ્ટેશનની તસવીર

પ્રેમિકા સાથે રહેવા પત્નીને માર મારીને કાઢી મૂકી
આ બાદ મહિલાએ તે યુવતીને ઘરની બહાર નીકળી જવા માટે કહેતા પતિ તેને ઘરમાં જ રાખવા માટે દબાણ કરવા લાગ્યો. આટલું જ નહીં, પતિએ પત્ની સાથે નહીં પણ ઘરકામ માટે રાખેલી તેની પ્રેમિકા સાથે રાત્રિના સમયે સૂવાની વાત કરી. પત્નીએ આમ કરવા દેવાની ના પાડી તો ઉશ્કેરાયેલા પતિએ તેની સાથે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા પત્ની પોતાના પિયર રહેવા જતી રહી હતી, પરંતુ તે સંતાનોને સાથે લઇ ગઇ ન હતી. જેથી અમુક દિવસો બાદ પરિણીતા તેના બાળકોને મળવા માટે જતી ત્યારે પતિ અને તેની પ્રેમિકા અવારનવાર મહિલાને ત્રાસ આપતા હતા.

મહિલાએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
જેથી કંટાળીને મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને તેની પ્રેમિકા સામે અરજી કરી હતી. તેમ છતાં પણ તેનો પતિ તેની પ્રેમિકાને છોડવા તૈયાર ન હોવાથી મહિલાએ તેના પતિ અને પ્રેમિકાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભુવાજી તરીકે કામ કરતા પતિએ કામવાળી બાઈના પિતાને ફસાવ્યા
મહિલાનો પતિ ભુવાજીનુ કામ કરતો હતો. આથી તે કામવાળી બાઈના પિતાના સંપર્કમાં આવ્યો હતો. અને તેના પિતાને વિશ્વાસમાં લઈને કામવાળી બાઈને ફસાવી દીધી હતી. ભુવાજીનું કામ કરતા પતિએ તેની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને 15 વર્ષના લગ્નજીવન બાદ પતિએ કામવાળી બાઈને ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પત્ની તરીકે ઘરમાં રાખી હતી. જ્યારે પોતાની પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી છે. અને તેના પતિ અને તેની પ્રેમિકાને પકડવાની તજવીજ હાથ ધરી છે. - જે.એલ. સિસોદિયા, પીએસઆઈ, નિકોલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો