તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Loneliness And Anger The Patient Often Has To Tie His Legs, Never Having To Walk, But Doctors And Nurses Serve Like Children

ICUમાંથી પીડાની તસવીર:એકલતા અને ગુસ્સામાં દર્દી ભાગે ત્યારે પગ બાંધવા પડે, ક્યારેય વઢવું પડે છતાં ડોકટર અને નર્સ બાળકોની જેમ સેવા કરે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૉક્ટરે જણાવ્યું કે દર્દી આવેશમાં આવીને પોતાને નુકસાન પહોંચાડે નહીં એ માટે હાથપગ બાંધવા પડે છે. - Divya Bhaskar
ડૉક્ટરે જણાવ્યું કે દર્દી આવેશમાં આવીને પોતાને નુકસાન પહોંચાડે નહીં એ માટે હાથપગ બાંધવા પડે છે.

આ તસવીર રાજકોટ સિવિલ હૉસ્પિટલના આઇસીયુની છે. જ્યાં કોરોનાના ગંભીર દર્દીઓને રાખવામાં આવ્યા છે. ભાસ્કરની ટીમે જ્યારે આઇસીયુની મુલાકાત લીધી ત્યારે દર્દીઓની પીડાની સાથે મેડિકલ સ્ટાફના સમર્પણના દૃશ્યો જોવા મળ્યા હતા. દર્દી આવેશમાં આવીને પોતાને કે બીજાને નુકસાન પહોંચાડે નહીં એ માટે તેમના હાથ-પગ બાંધી રાખવામાં આવ્યા હતાં. ક્યારેક એકલતાને કારણે તો ક્યારેક વ્યસન નહીં મળવાથી ઘણા દર્દી ગુસ્સે થઈને હિંસક પણ બને છે છતાં ડૉક્ટર-નર્સ શાંત રહીને તેમને સાચવે છે.

કોરોનાની સાથે આવા દર્દીનું મન શાંત થાય એ માટે પણ કાઉન્સલિંગ તથા દવાના આધારે સારવાર થાય છે. નર્સે કહ્યું કે, ‘જાણે બાળક હોય એ રીતે દર્દીને સાચવવા પડે છે. માથે હાથ ફેરવીને વ્હાલ પણ કરવો પડે તો વડીલની જેમ આંખો કાઢીને ખીજાવું પણ પડે છે.’ અહીં દર્દીઓના ચહેરા બદલાતા રહે છે પણ ડૉક્ટર-નર્સ સહિતના મેડિકલ સ્ટાફની ફરજ અને એમની નિષ્ઠા એવીને એવી જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...