પ્રવેશ પ્રક્રિયા:LLBમાં હવે 9 ખાનગી કોલેજ જ ખાલી, કોલેજ પર રૂબરૂ જઈને એડમિશન લેવું પડશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે, ત્યારે LLBમાં હવે માત્ર 9 ખાનગી કોલેજમાં બેઠક ખાલી છે. 9 કોલેજમાં જ એડમિશન લેવું હોય તે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ખાલી કોલેજની બેઠક પર રૂબરૂ જઈને જ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવાનું રહેશે.

LLBમાં પ્રથમ વર્ષની કોલેજ શરૂ થઈ છે પરંતુ હજુ ખાલી પડેલ ખાનગી કોલેજની બેઠક પર પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. કુલ બેઠક કરતા બે ગણા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. પરંતુ ગ્રાન્ટેડ કોલેજ ભરાઈ જતા હવે ખાનગી કોલેજમાં વધુ ફી હોવાથી વિદ્યાર્થીઓએ ઓછો રસ લીધો છે. અમદાવાદની 5 અને ગાંધીનગરની 4 કોલેજ એમ કુલ 9 કોલેજમાં બેઠક ખાલી છર જેમાં હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા હવે પૂર્ણ કરવામાં આવશે અને રાબેતા મુજબ અભ્યાસ શરુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...