પરિણીતાની આપવીતી:અમદાવાદમાં દહેજ માટે પતિ-નણંદ હેરાન કરતા, ઘર છોડ્યું તો જેઠ રસ્તામાં રોકી બોલ્યો- 'ભાઈના ઘરે ન રહેવું હોય તો મારી પાસે આવી જા'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પરિણીતા પોતાનો ઘરસંસાર બગડે નહીં તે માટે બધુ સહન કરતી હતી
  • સાસરિયાના ત્રાસથી કંટાળી ઉંદર મારવાની દવા પણ પી લીધી હતી

અમદાવાદમાં દહેજની માંગણીને લઈને પરિણીતા પર શારિરીક-માનસિક ત્રાસ આપવાની અનેક ઘટનાઓ સામે આવે છે, એવી જ એક ઘટના અમરાઈવાડીમાં જોવા મળી છે. જ્યાં પરિણીતાએ પતિ-જેઠ અને તેની નણંદ વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ઘરે આવવું હોય તો પૈસા લઈ આવજે: દહેજની માંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોતાના પિયરમાં રહે છે. આજથી 7 વર્ષ પહેલા યુવતીના લગ્ન ભાવેશ નામના યુવક સાથે થયા હતા. પરિણીતાના જણાવ્યા અનુસાર, લગ્નના શરૂઆતના 6 મહિના સુધી બધુ જ સારુ હતું. પરંતુ 6 મહિના બાદથી પરિણીતાનો પતિ-જેઠ અને નણંદ દહેજની માંગણી કરવા લાગ્યા હતા તેમજ દરરોજ નાની-નાની બાબતો પર પરિણીતાને ત્રાસ આપતા હતા. પરિણીતા પોતાનો ઘરસંસાર બગડે નહીં તે માટે બધુ સહન કરતી હતી. સતત ત્રાસથી કંટાળીને અંગે પરિણીતા પોતાના પિયર માતા અને ભાઈઓ સાથે રહેવા જતી રહી હતી. જોકે તેના સાસરિયા તરફથી તેને પરત લેવા માટે કોઈપણ આવ્યું નહીં અને પરિણીતાને કહ્યું કે, તારે ઘરે આવવું હોય તો તારા પિયરથી પૈસા અને દાગીના લઈ આવજે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

જેઠની વાતોથી ઉશ્કેરાઈને પરિણીતાએ બે લાફા મારી દીધા
સાસરિયાઓ દ્વારા સતત દહેજની માંગણીથી પરિણીતા ખુબ જ ટેન્સનમાં રહેતી હતી. ત્યારે ગઈકાલે બપોરના સમય યુવતી દૂધ લેવા માટે ઘરેથી નીકળી તો રસ્તામાં તેના જેઠ મુકેશે તેને રોકી હતી અને 'મારે મકાન બનાવવું છે તો તારા પિયરથી પૈસા લઈ આવ અથવા હાલમાં મને 10 હજાર રૂપિયા લઈને આપ. અને તારે મારા ભાઈના ઘરે ન રહેવું હોય તો મારી સાથે આવી જા'. આ વાત કરતા જ પરિણીતા ગુસ્સામાં આવી ગઈ હતી અને તેણે જેઠને બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ ત્રાસથી કંટાળી તેણે ઉંદર મારવાની દવા પણ પી લીધી હતી. જોકે બાદમાં ઉલટી થઈ ગઈ હતી અને 108 દ્વારા એલજી હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પરિણીતાએ તેના પતિ-જેઠ તેમજ નણંદ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...