દુષ્પ્રેરણાની ફરિયાદ:મેઘાણીનગરની પરિણીતાનું પડી જવાથી મોત થયાંનું સાસરિયાંઓનું રટણ, પિયર પક્ષે પતિ સહિતના સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં પતિ સહિત સાસરિયાંઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં ફરિયાદમાં આરોપ છે કે પરિણીતાનો પતિ કમાતો ન હતો અને માર મારી ત્રાસ આપતો હતો. ઉપરાંત સાસરિયાં પણ અવાર નવા મહેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરતા હતા. આ બધાથી કંટાળી પરણિતાએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતા મૃતકના પિતા ભરતભાઇ પટ્ટણીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જમાઇ હિતેષ પટ્ટણી, પારૂલ પટ્ટણી, વિશાલ પટ્ટણી અને દિવ્યા પટ્ટણી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ભંગારની દુકાન ધરાવી વેપાર કરે છે. ભરતભાઇની દિકરી ગૌરીના લગ્ન 3 ફેબ્રુઆરી 2018ના રોજ તેન જ સમાજના હિતેષ ગોવિંદભાઇ પટ્ટણી સાથે કલાપીનગરમાં જ થયા હતા.

લગ્નના થોડા જ દિવસમાં સાસરીવાળા ગૌરીને ત્રાસ આપવા લાગ્યા હતા. ગૌરીને લગ્ન બાદ માલુમ પડ્યું હતું કે, પતિ કંઇ જ કામ ધંધો કરતો નથી તેથી તેણે આ મામલે પિતાને વાત કરી હતી. જેથી ગૌરીના પિતાએ જમાઇને બોલાવી નોકરી શોધવા માટે જણાવ્યું હતું. જો કે, જમાઇને આપેલ શિખામણ ગૌરીના સાસરીવાળાને ગમી ન હતી.

સાસરીવાળા ગૌરીને કહેતા હતા કે, અમારા ઘરની ચાડીયો ખાય છે તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. ઉપરાંત જેઠ જેઠાણી પણ નાની નાની બબાતે મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. સાસરિયાં ગૌરી પાસે જ બધુ કામ કરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે પતિને ગૌરી આ અંગે વાત કરતી ત્યારે તે પણ ઝઘડો કરી પોતાના પરિવારનું ઉપરાણું લઇ તેને માર મારતો હતો. જેથી ગૌરી આ અંગે પોતાના પરિવારને જાણ કરી હતી. જેથી ગૌરીના પરિવારના સભ્યોએ તેને સમજાવી હતી. આ દરમિયાન ગૌરી ગર્ભવતી થઇ હતી. છતા સાસરિયાંનો ત્રાસ જારી રહ્યો હતો. ત્યારબાદ તેણે દિકરાને જન્મ આપ્યો હતો. આમ છતા સાસુ તેને કામ કરાવતા હતા. જેથી કંટાળી ગૌરીના પિતા તેને પિયર લઇ આવ્યા હતા.

થોડા સમય બાદ ગૌરીને પરત સાસરી મોકલી હતી. ત્યારે જેઠ-જેઠાણીએ મકાનમાં ભાગ પાડી દીધા હોવાથી અલગ રહેવા જણાવ્યું હતું. જેથી ગૌરી અલગ રહેવા લાગી હતી. આમ છતા સાસરિયાંના સભ્યો પતિની ચઢામણી કરતા તે ગૌરીને માર મારતો હતો અને ત્રાસ આપતો હતો. 9 સપ્ટે.ના રોજ સાસરિયાંના ત્રાસના કારણે ગૌરી પિતાના ધંધા સ્થળે પહોંચી હતી અને ત્રાસ અંગે રજૂઆત કરી હતી. જેથી પિતાએ ગૌરીને પિયર માતા પાસે જવાનું કહ્યું હતું. તેથી ગૌરી ત્યાં પહોંચી હતી. ત્યારે રાત્રે પિતા સહિતના લોકોને ગૌરીએ કહ્યું હતું કે, પતિ કામ ધંધો કરતો નથી અને સાસરિયાં ખુબ ત્રાસ આપે છે. પરંતુ પિતાએ સમજાવી ગૌરીને ઘરે મોકલી દીધી હતી. જો કે, ઘરે જઇ ગૌરીએ આત્મહત્યા કરી લીધી હતી.

ગૌરીએ આત્મહત્યા કરી હોવા છતા સાસરિયાંએ પડી ગઇ હોવાનું પિતાને જણાવ્યું હતું. ગૌરીએ ઘરે જઇ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ કોઇને જાણ થઇ ન હતી. સવારે સાસરિયાંને આ અંગે જાણ થઇ હતી. જેથી વહેલી પરોઢે ગૌરીના સાસરિયાંમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે પડી ગઇ છે અને સિવિલ લઇ ગયા છે. જેથી ગૌરીના પિતા ત્યાં પહોંચ્યા ત્યારે તે મૃત્યુ પામી હતી. તેમણે તપાસ કરતા ઘરે ફાંસો ખાઇ ગૌરીએ આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...