સાસરીયાનો ત્રાસ:અમદાવાદ પિયરમાં આવેલી પરિણીતાને સાસરીયાએ માતા-પિતાની સામે માર માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેજલપુરની પરિણીતાને સાસરીયા નાની-નાની વાતમાં માર મારતા

વેજલપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીના ચાંદખેડા ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2020 માં લગ્ન થયા હતા. હાલ તેને 9 માસનો એક દીકરો પણ છે. લગ્ન બાદ સાસરે ગયા બાદ આ યુવતીને તેના પતિએ ઘરકામ બાબતે બોલાચાલી કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ-સસરા અને દિયર પણ ઘરકામ બાબતે બોલાચાલી કરી યુવતીના પતિને ચઢામણી કરી ત્રાસ આપવા લાગ્યા અને માર મારતા હતા. આ બાબતોની જાણ યુવતીએ તેની માતાને કરતા માતાએ પુત્રીને સમજાવી ઘર સંસાર બચાવ્યો હતો.

થોડા સમય પહેલા યુવતીના પિતાની તબિયત બગડતા યુવતીએ પિયર જવાની વાત કરી તો પતિએ ના પાડી દીધી હતી. છતાંય યુવતી પિયર ગઈ અને તે બાબતે પતિએ ઝગડો કર્યો હતો. બાદમાં સમજુતી કરી પતિ તેને પરત પોતાના ઘરે લઈ ગયો હતો. યુવતીના મામાના દીકરાના ઘરે દીકરાનો જન્મ થતા તે આવી હતી. ત્યારથી તે તેના માતા-પિતા સાથે હતી. ત્યારે યુવતીનો પતિ અને સસરા સહિતના લોકો આવી ગયા અને 'તારે ઘર માંડવાનું છે કે નહીં' તેમ કહી યુવતીના પિયરમાં બખેડો કર્યો હતો.

યુવતીના માતા પિતાએ શાંતિથી વાત કરવાનું કહેતા યુવતીના સાસરિયાઓ આવેશમાં આવી ગયા અને 'જ્યારે હોય ત્યારે તારા પિતાના ઘરે કેમ આવી જાય છે' કહીને માર માર્યો હતો. કંટાળીને યુવતીએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસ આવી અને યુવતીની માનસિક શારીરિક ત્રાસની સાસરિયાઓ સામે ફરિયાદ નોંધતા વેજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...