તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:જમીન દલાલનું અપહરણ અને 1 કરોડની ખંડણી કેસમાં નવો ખુલાસો, ગોવા રબારીની ગેંગ કોલ સેન્ટર માલિકો પાસે ઉઘરાણી કરતી હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર
  • ગોવા રબારીની ગેંગ જમીન દલાલ નહીં કોલ સેન્ટર માલિકો પાસેથી ખંડણી ઉઘરાવતી
  • મુખ્ય સુત્રધાર તરીકે ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો

જેલમાં બેઠાં બેઠાં ગુનેગારો રૂપિયા કમાવવાનો પ્લાન ઘડતા હોય છે. ત્યારે હવે ગોવા રબારી ગેંગ ખંડનીની રકમની ઉઘરાણી કરતા ઝડપાઇ છે. ત્યારે પહેલા તો ક્રાઇમ બ્રાન્ચને જમીન દલાલીની વાતો કરીને મામલો ડાયવર્ટ કરવા માંગતી હતી. પરંતુ ખરેખર આ સમગ્ર મામલો કોલ સેન્ટર સાથે જોડાયેલો છે. કોલ સેન્ટરમાં કમાયેલા રૂપિયાની ખંડણી માંગતા ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ હતી. અને આખો રેલો ગોવા રબારી સુધી પહોંચ્યો હતો. હવે કયા કોલ સેન્ટરની કેટલી રકમની લેવડ દેવડ છે, તેની પર ક્રાઇમ બ્રાન્ચ કોઈ ફોડ પાડવા તૈયાર નથી.

જેલમાંથી 1 કરોડની ખંડણીની ઉઘરાણી
શહેરમાં ગોવા રબારીના સાગરીતો દ્વારા કરણ ભટ્ટ નામના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ચાર દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી અને બે દિવસમાં પાંચ આરોપીઓ કુલા રબારી, નાગજી દેસાઈ, અલ્પેશ દેસાઈ, મેલા દેસાઈ અને મુકેશ દેસાઈને અપહરણના ગુનામાં વપરાયેલી કાર સાથે ઝડપી પાડયા હતા. આ આરોપીઓ ગોવા રબારીના માણસો છે અને તેઓ જમીન દલાલ નહિ પરંતુ કોલ સેન્ટરના માલિકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં અગાઉ એક કોલસેન્ટર ચલાવતો યુવક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ખંડણી કેસમાં પકડાયેલ આરોપી
ખંડણી કેસમાં પકડાયેલ આરોપી

જમીન દલાલનું અપહરણ કરી ખંડણી મગાઈ
ક્રાઈમ બ્રાન્ચના DySP ડિ.પી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપીઓ કોલસેન્ટરના માલિકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાનું ધ્યાને આવ્યુ છે. એક આરોપીની ધરપકડ થાય પછી સમગ્ર બાબત સામે આવી શકે છે. ગોવા રબારીના સાગરીતોએ 17મી ફેબ્રુઆરીએ જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી પણ લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી.

ભૂજ જેલમાંથી ચાલતી ખંડણીની ગેંગ
આ મામલામાં મુખ્ય સુત્રધાર તરીકે ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું. લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી હતી. આ કેસમાં મહેશ રબારી, સંજય રબારી, મિહીર દેસાઈ, જયેશ સિંધી, કરણ પવાર સહિત ફરાર 6 આરોપીઓ હજી સુધી ઝડપાયા નથી.