તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરે સામાજિક ડિસ્ટન્સ સાથે હોળી ઉજવવા લોકોને સમજાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
કોરોનામાં હોળીની નિયમો પૂર્વક ઉજવણી કરવા અપીલ કરી
  • ખોખરા પોલિસની ટીમના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને માહિતગાર કર્યા

અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. સતત કેસ વધવાથી તંત્ર દ્વારા સંક્રમણને ઓછું કરવા માટે પગલાં પણ લેવામાં આવ્યાં છે. ત્યારે આગામી સમયમાં આવનારા તહેવારની ઉજવણીમાં લોકો ભાન ના ભુલે તે માટે શહેરના ખોખરા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર લોકોને ખાસ તકેદારી કઈ રીતે રાખવી અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને હોળી પૂજા કરવી જેવી વાતો સમજાવી રહ્યાં છે.

પોલીસ અને કોર્પોરેટરે નવતર પ્રયોગ હાથ ધર્યો
પોલીસ અને કોર્પોરેટરે નવતર પ્રયોગ હાથ ધર્યો

ગાઈડલાઈનના પાલન માટે અપીલ કરાઈ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે પોલીસ દ્વારા સૂચક બેનરો સાથે નાગરિકોને કોરોના ગાઈડલાઈનના પાલન માટે અપીલ કરવામાં આવી હતી. તેની સાથે કોરોનાના કપરા કાળમાં સંક્રમણ વધુ ના ફેલાય તે માટે નાગરીકોને જાગૃત કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોલીસ દ્વારા લોકોને સાંજે હોળી પ્રગટાવવાના સમયે મર્યાદિત સંખ્યામાં જ હાજર રાખવાની આયોજકોને સમજ આપવામાં આવી હતી.

સંયમથી ઉજવી ધૈર્યપૂર્વક કોરોનાને મ્હાત આપવા નાગરિકોનો સાથ માંગ્યો
સંયમથી ઉજવી ધૈર્યપૂર્વક કોરોનાને મ્હાત આપવા નાગરિકોનો સાથ માંગ્યો

કોરોનાને મ્હાત આપવા નાગરિકોનો સાથ માંગ્યો
હોળી નું પર્વ સંયમથી ઉજવી ધૈર્યપૂર્વક કોરોનાને મ્હાત આપવા નાગરિકોનો સાથ માંગ્યો હતો. ખોખરા પોલિસની ટીમના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને માહિતગાર કર્યા હતા. ખોખરા પોલિસની ત્રણ ગાડીઓના જવાનો દ્વારા PSI હડિયાના નેજા હેઠળ ખોખરા વિસ્તારમાં નાગરિકોની વચ્ચે જઈને તહેવારોને સંયમથી ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો