તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદ ખોખરામાં પુત્ર-પુત્રવધૂએ ‘તમારું હવે કામ નથી’ કહી વૃદ્ધને ઘરમાંથી કાઢી મૂક્યા, પિતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરો અને વહુ પિતાને દીકરીને ત્યાં જતા રહેવા માટે વારંવાર દબાણ કરતાં હતાં

ખોખરામાં રહેતા વૃદ્ધને તેમના પુત્ર-પુત્રવધૂએ ગડદાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકતા પિતાએ પુત્ર-પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોખરામાં રહેતા નરેન્દ્રભાઇ સોની(ઉં.72) પુત્ર મનીષ અને પુત્રવધૂ પૂર્વી સાથે રહી નિવૃત્ત જીવન ગુજારે છે. સંયુક્ત પરિવારમાં રહેતા નરેન્દ્રભાઇ નિવૃત્ત જીવન ગુજારતા હોવાથી પુત્ર અને પુત્રવધૂ અવાર-નવાર ઝઘડો કરી કહેતા કે,‘હવે તમારી ઉંમર થઇ ગઇ છે, તેથી ઘરમાંથી નિકળી જાવ તમારું કોઇ કામ નથી.’

દરમિયાન 2 એપ્રિલે પુત્ર મનીષને કોરોના પોઝિટિવ આવતાં નરેન્દ્રભાઇને ચેપ ન લાગે તે માટે તેઓ અલગ રૂમમાં શિફ્ટ થઇ, તે રૂમમાં જ રહેતા હતા. જ્યારે પુત્ર-પુત્રવધૂ તેમને તેમની દીકરીને ત્યાં રહેવા જવાનું દબાણ કરતાં નરેન્દ્રભાઇએ ઇનકાર કરી દીધો હતો. મંગળવારે ઝઘડો કરી પુત્ર-પુત્રવધૂએ ગાળાગાળી કરી પિતાને માર મારી કહ્યું હતું કે,‘દીકરીના ઘરે જતા રહો અને અહીં પાછા આવતા નહીં. જો પાછા આવશો તો જાનથી મારી નાંખીશું.’ તેથા નરેન્દ્રભાઇ દીકરીના ઘરે ગયા હતા. આ અંગે નરેન્દ્રભાઇએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પુત્ર મનીષ અને પુત્રવધૂ પૂર્વી સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...