તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધમકી:કાલુપુરમાં યુવતીની જાહેરમાં છેડતી કરી એસિડ એટેક કરવાની યુવકે ધમકી આપી, પોલીસમાં સેટીંગ હોવાનું કહી દમ માર્યો

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી નોકરીથી ઘરે ઓરત ફરતી હતી ત્યારે રોજ પીછો કરતો
  • પરિવારના સભ્યોએ પીછો ન કરવા કહેતા ગાળાગાળી કરી મારામારી કરી

કાલુપુર ગાંધી રોડ પર નોકરી કરતી યુવતીની જાહેરમાં છેડતી કરી એસિડ ફેંકવાની યુવકે ધમકી આપી હતી. યુવતીની માતાએ યુવકને ઠપકો આપતા મારામારી કરી અને હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે તમે મારું કઇ નહીં બગાડી શકો કહ્યું હતું. મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી યુવકને પકડી પોલીસ સ્ટેશન લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલુપુર વિસ્તારમાં યુવતી તેના પરિવાર સાથે રહે અને ગાંધી રોડ પર આવેલી એક દુકાનમાં નોકરી કરે છે. રાતે 8 વાગ્યે યુવતી ઘરે પરત જતી હોય છે ત્યારે એક યુવક 15 દિવસથી તેનો પીછો કરતો હતો. શનિવારે જ્યારે યુવતી ઘરે પરત જતી હતી ત્યારે તેને રોકી મોઢા પર સિગારેટનો ધુમાડો ફેંક્યો હતો. આ બાબતે જો કોઈને જાણ કરશે તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ઘરે જતી રહી હતી અને માતા-પિતાને વાત કરી હતી. ટંકશાળ રોડ પર યુવક ઉભો હતો જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા હતા.

યુવતીની માતાએ યુવકને કહ્યું હતું કે, કેમ મારી છોકરીનો પીછો કરે છે. ત્યારે યુવકે ગાળાગાળી કરી તેની માતાને માર મારવા લાગ્યો હતો. બાદમાં ભાગવા જતા તેને પકડી લીધો હતો. હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મેં મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું. મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી યુવકને પકડી પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા તેનું નામ આરીફ મન્સૂરી (ઉ.વ.40, રહે. સોદાગરની પોળ, કાલુપુર) કહ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો